Corona સંક્રમિત પુરૂષોમાં નપુંસકતાનો ખતરો ત્રણ ગણો વધુઃ રિસર્ચ
લંડન/રોમઃ કોરોના સંક્રમણને કારણે પુરૂષોની મર્દાનગી પર અસર પડી રહી છે. એક નવા અભ્યાસ પ્રમાણે કોરોના પુરૂષોની પ્રજનન ક્ષમતા ઘટાડી રહ્યો છે. કારણ કે કોરોનાને કારણે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનના કેસ ઝડપથી વધી રહ્યાં છે.
ડેલીમેલના સમાચાર પ્રમાણે રોમ યુનિવર્સિટીના ડોક્ટરોએ 100 એવા પુરૂષોની તપાસ કરી, જે કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. તેની સરેરાશ ઉંમર 33 વર્ષ છે, પરંતુ પરિણામ ચોંકાવનારા રહ્યાં. આ ડોક્ટરોને જાણવા મળ્યું કે, કોરોનાથી સંક્રમિત થયેલા 28 ટકા પુરૂષોમાં ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનના મામલા સામે આવ્યા, તેનો મતલબ છે કે તે નપુંસકતા કે આંશિક નપુંસકતા તરફ આગળ વધી રહ્યાં છે. તેમાં જે શારીરિક સંબંધ બનાવવા પણ સક્ષમ નહતા. તો સામાન્ય લોકોમાં આ સમસ્યા માત્ર 9 ટકા લોકોમાં જોવા મળી.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, મહિલાઓની તુલનામાં 1.7 ગણા વધુ પુરૂષોના મોત કોરોનાને કારણે થયા છે. એટલું જ નહીં કોરોના સીધો શ્વેત રક્ત કણો પર અસર પાડી રહ્યો છે, જેના કારણે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા ઘટી રહી છે અને લોહી પણ જાડૂ થઈ રહ્યું છે. રિસર્ચ પ્રમાણે લોહી જાડૂ થવાથી પુરૂષોને જનનાંગ સાથે જોડાયેલી સમસ્યાઓ પેદા થઈ રહી છે. કોરોનાથી એસ્ટ્રોજેન અને રેસ્ટોસ્ટેરોન પર ફેર પડી રહ્યો છે, જે બાકી સમસ્યાઓ ઉભી કરે છે. ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધવાને કારણે શ્વસન સંબંધી મુશ્કેલીઓ સામે આવી રહી છે.
નવા રિચર્સમાં સામે આવ્યું કે, અત્યાર સુધી કોરોના સામે લડવામાં સેક્સુઅલ હોર્મોન્સને મદદરૂપ માનવામાં આવતા હતા. પરંતુ હવે સામે આવ્યું છે કે કોરોના સંક્રમણ બાદ લોકોમાં સેક્સ હોર્મોન્સના સ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે, જે એક મોટો ખતરો છે. તેના કારણે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનની સાથે સંપૂર્ણ રીતે નપુંસન થવાનો ખતરો વધી ગયો છે.
ડો. જયસેનાનું કહેવુ છે કે કોરોના વાયરસના સંક્રમણથી પુરૂષો પર તો ખતરો વધ્યો છે, મહિલાઓએ પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે જણાવ્યુ કે ટેસ્ટોસ્ટેરોન લેવલ ઘટવાથી મહિલાઓને માસિક ધર્મ સંબંધી મુશ્કેલીઓ આવી રહી છે અને સમય પહેલા મેનોપોઝનો ખતરો વધ્યો છે.