Pics: આ ભારતીય ક્રિકેટરે પોતાના જ ખાસ મિત્રની પત્ની સાથે બાંધ્યો પ્રેમ સંબંધ, બની ગયા કટ્ટર દુશ્મનો
મુરલી વિજયની પર્સનલ લાઈફની વાત કરીએ તો ભારતીય ક્રિકેટ ટીમના અન્ય ખેલાડી દિનેશ કાર્કિત સાથેનો તેનો વિવાદ કોઈથી છૂપાયેલો નથી.
એવા રિપોર્ટ્સ હતા કે મુરલી વિજયે દિનેશ કાર્તિકને દગો કરીને તેની ગર્ભવતી પત્ની સાથે લગ્ન કર્યા હતા.
દિનેશ કાર્તિકનું જીવન સરળ રહ્યું નહતું. વર્ષ 2007માં કાર્તિકે પોતાની બાળપણની મિત્ર નિકિતા સાથે લગ્ન કર્યા હતા.
વર્ષ 2012માં દિનેશ કાર્તિકની પત્નીની મુલાકાત ક્રિકેટર મુરલી વિજય સાથે થઈ હતી.
મુરલી વિજય અને નિકિતા એક બીજાને પસંદ કરવા લાગ્યા હતા અને તેમનું અફેર શરૂ થઈ ગયું. બંને એક બીજાને મળવા લાગ્યા અને સમય પસાર કરવા લાગ્યા. દિનેશ કાર્તિકને આ વાતની ખબર પડી તો તેણે પત્નીને ડિવોર્સ આપી દીધા.
જ્યારે દિનેશે નિકિતાને ડિવોર્સ આપ્યા તો તે સમયે તે ગર્ભવતી હતી. ડિવોર્સ થતા જ નિકિતાએ મુરલી વિજય સાથે લગ્ન કરી લીધા. કહેવાય છે કે કાર્તિકે ક્યારેય પુત્ર પર પોતાનો હક જમાવવાની કોશિશ કરી નથી.
નિકિતા સાથે ડિવોર્સ થયા બાદ જિંદગીમાં ઈન્ટરનેશનલ સ્ક્વોશ પ્લેયર દિપિકા પલ્લીકલની એન્ટ્રી થઈ. બંનેની મુલાકાત વર્ષ 2013માં થઈ હતી.
દિનેશ કાર્તિકના આ ખરાબ સમયમાં દિપિકાએ તેને ખુબ સપોર્ટ કર્યો. ત્યારબાદ બંનેએ જલદી સગાઈ કરી લીધી. પરંતુ તેનો ખુલાસો કર્યો નહીં.
ઓક્ટોબર 2014માં એક ઈવેન્ટ દરમિયાન બંનેએ કહ્યું કે તેઓ 2015માં લગ્ન કરી શકે છે અને આમ થયું પણ ખરું અને બંનેએ વર્ષ 2015માં લગ્ન કરી લીધા.
દિનેશ કાર્તિક હિન્દુ છે અને દિપિકા ક્રિશ્ચન આથી બંનેએ બંને રિતિ રિવાજથી લગ્ન કર્યા હતા.