નવાઈની વાત છે! દુનિયાનો એક અનોખો દેશ, જ્યાં નથી એક પણ મચ્છર, જાણવા જેવું છે કારણ
ઉત્તરી એટલાન્ટિક મહાસાગરમાં આવેલ આઈસલેન્ડ એક એવો દેશ છે કે જ્યાં ગોતવા નીકળો તો પણ મચ્છર નથી મળતા.વર્લ્ડ એટલાસના કહેવા મુજબ એકદમ ઓછી વસ્તી ધરાવતા આ દેશમાં લગભગ 1300 પ્રકારના જીવોની હાજરી છે.પરંતુ તેમાં મચ્છર નથી.પરંતુ ગ્રીનલેન્ડ, સ્કોટલેન્ડ અને ડેન્માર્ક જેવા તેના પડોશી દેશોમાં મચ્છરોની ભરમાર જોવા મળે છે.
આઈસલેન્ડમાં મચ્છરોની મિસ્ટ્રી અંગે ઘણા પ્રકારના સ્પષ્ટીકરણ પણ આપવામાં આવ્યા છે.જેમાં એવું માનવામાં આવે છે કે મચ્છરોને જન્મ લેવા માટે સ્થિર પાણીની આવશ્યકતા હોય છે.જ્યાં મૂકવામાં આવેલા ઈંડા એક લાર્વામાં બદલાઈ જાય છે. લાર્વાને ખાસ તાપમાન અને સ્થિર પાણીની જરૂર પડે છે.પરંતુ આઈસલેન્ડમાં એક પણ સ્થળે સ્થિર પાણી નથી જોવા મળતા.જેથી અંહી મચ્છરો પોતાના ઈંડા મુકી શકતા નથી.
આઈસલેન્ડ પર તાપમાન માઈનસ 38 ડિગ્રી સુધી પહોંચી જાય છે જેથી અહીં મચ્છર ન હોવાનું પણ એક તારણ છે.માઈનસ તાપમાનના લીધે અહીં પાણી થીજી જાય છે.જેનાથી મચ્છરોનું પ્રજનન કરવું અસંભવ બની જાય છે.આઈસલેન્ડનું પાણી, જમીન અને સામાન્ય પરિસ્થિતિ સહિત રાસાયણિક સંરચનાથી મચ્છરોના જીવનની સંભાવના નહિવત બનાવવાની માન્યતા છે..જોકે અહીં સાંપ અને અન્ય પેટે ચાલનારા કીડા મકોડા પણ જોવા નથી મળતા.
દેશનું એકમાત્ર મચ્છર આઈસલેન્ડિક ઈન્સ્ટીટ્યૂટ ઓફ નેચરલ હિસ્ટ્રીની એક લેબમાં સંરક્ષિત છે.જેને 1980ના દશકમાં આઈસલેન્ડના જીવ વિજ્ઞાની ગિલ્સી માર ગિસ્લાસને પ્લેનના કેબિનમાંથી પકડ્યો હતો.જેને દારૂની બોટલમાં રાખવામાં આવ્યું છે.જોકે આઈસલેન્ડમાં મચ્છર જેવી જ મિજ કીડીઓ જોવા મળે છે. જે લોકોને કરડી શકે છે.પરંતુ મચ્છરની જેમ કપડામાંથી નથી કરડી શકતી.