સમુદ્રમાં ડૂબી રહી હતી યુવતી આ વ્યક્તિએ બચાવ્યો જીવ અને પછી શરૂ થઈ પરદેશી લવ સ્ટોરી
CNN ટ્રાવેલના સમાચાર પ્રમાણે વર્ષ 2019માં ફેબ્રુઆરી મહિના દરમિયાન ગોવામાં નૂપુર બે સપ્તાહ માટે યોગ શિક્ષણ સંસ્થામાં હતી. એક દિવસ, યોગાભ્યાસ દરમિયાન તેણે ગોવાના બીચ પર દરિયામાં તરવાનું વિચાર્યું. પરંતુ તે સમયે તેને ખ્યાલ નહતો કે દરિયોમાં ભરતી છે અને મોટા મોજા ઉછળી રહ્યાં હતા.
નૂપુર તે દિવસે, તે સામાન્યથી વધુ દૂર તરતા ચાલી ગઈ અને પછી મજબૂત મોજાઓ વચ્ચે ફસાઇ ગઈ. તેને અંદાજ નહતો કે સમુદ્રના મોજા તેને અંદર ખેંચી લેશે. તેણે સતત તરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે કિનારે પહોંચવામાં નિષ્ફળ રહી. જલદી તેણે શ્વાસ માટે હાંફવાનું શરૂ કરી દીધું.
ત્યારે તેણે એક વ્યક્તિને પોતાની તરફ આવતો જોયો. તે એટિલા બોસ્ન્યાક (Attila Bosnyak) હતો. તે તેની પાસે તરતા પહોંચ્યો અને તેનો હાથ પકડીને તેને સમુદ્રની બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન લાઇફગાર્ડ ત્યાં હાજર હતો, જેની મદદથી તેને બહાર કાઢવામાં આવી.
જ્યારે બન્ને કિનારે પહોંચ્યો તો નૂપુરે જોયું કે એટિલાના ખભા, જાંધ અને આંગળીમાંથી લોહી નીકળી રહ્યુ હતું. ત્યારબાદ તેના માટે દવાની વ્યવસ્થા કરી. બન્નેએ સાથે ચોકલેટ આઇસ્ક્રીમ ખાધી અને અહીંથી બન્ને વચ્ચે પ્રેમની શરૂઆત થઈ.
નૂપુર અને એટિલાએ સાથે કેટલાક ફોટો ક્લિક કરાવ્ય. બન્નેએ એક બીજા વિશે જાણ્યું અને મુલાકાતો કરી. ત્યારબાદ બન્ને નજીક આવી ગયા. એટલું જ નહીં ગોવામાં બંનેએ પોતાની ફ્લાઇટ કેન્સલ કરી અને એક સપ્તાહ સાથે પસાર કરવાનું નક્કી કર્યું. ત્યારબાદ નૂપુર કેરલ પરત ગઈ, જ્યાં તે રહેતી હતી અને એટિલા નેધરલેન્ડ પહોંચી ગયો. પરંતુ આ દરમિયાન બન્ને વચ્ચે વીડિયો કોલ અને વોટ્સએપ પર વાત થતી રહી. હવે બન્ને એક-બીજાની સાથે છે.