દેશી કોરોના રસી Covaxin પર મળ્યા મોટા ખુશખબર, આવતા મહિને છેલ્લી ટ્રાયલ, જાણો ક્યારથી મળશે

Thu, 22 Oct 2020-1:01 pm,

ભારતીય દવા નિયામક ડીસીજીઆઈની વિશેષ સમિતિની હાલમાં થયેલી બેઠકમાં નિર્ણય લેવાયો. સમિતિએ પ્રોટોકોલમાં થોડું ઘણું સંશોધન કર્યું છે. ભારત બાયોટેક કંપની જલદી રસીના છેલ્લા તબક્કાનું પરીક્ષણ કરશે. કદાચ આવતા મહિને આ ટ્રાયલ શરૂ થશે. જેમાં 25 હજારથી વધુ વોલેન્ટિયર્સ સામેલ થશ. રસીનો પહેલો ડોઝ આપ્યાના 28 દિવસ બાદ લોકોને  બીજો ડોઝ અપાશે. અત્રે જણાવવાનું કે આ દેશી રસીના શરૂઆતના તબક્કાના ટ્રાયલ પરિણામો સારા આવ્યા છે.   

અહેવાલો મુજબ ગત પાંચ ઓક્ટોબરે ડીસીજીઆઈની વિશેષજ્ઞ સમિતિની બેઠકમાં કંપનીને ફેઝ-3 ટ્રાયલના પ્રોટોકોલને ફરીથી જમા કરાવવાનું કહેવાયું હતું. સમિતિનું માનવું હતું કે ત્રીજા તબક્કાની ક્લિનિકલ સ્ટડીની ડિઝાઈન તો સંતોષકારક હતી પરંતુ તેની શરૂઆત બીજા ફેઝની સેફ્ટી અને ઈમ્યુનોજેનિસિટી ડેટામાં યોગ્ય ડોઝ નક્કી થયા બાદ હોવી જોઈએ. સમિતિએ કંપની પાસે પહેલા તેના ડેટાની માગણી કરી હતી જેને સબમિટ કરાયો. 

ભારત બાયોટેકની યોજના મુજબ Covaxin ની છેલ્લી ટ્રાયલ દિલ્હી ઉપરાંત બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર અને આસામમાં થઈ શકે છે. આખી તબક્કાની ટ્રાયલના પરિણામ ફેબ્રુઆરી સુધીમાં આવવાની આશા છે. ત્યારબાદ કંપની વેક્સિનની મંજૂરી અને માર્કેટિંગનીં મંજૂરી માટે અરજી  કરશે. 

ભારત બાયોટેકે પોતાની રસીમાં Alhydroxiquim-II નામના તત્વનો સમાવેશ કર્યો છે. જે એક પ્રકારનું બુસ્ટર છે. તે રસીના ઈમ્યુન રિસ્પોન્સને વધારે છે. હકીકતમાં તે એક પ્રકારનું બુસ્ટર એજન્ટ હોય છે જેને ભેળવવાથી રસીની ક્ષમતા વધી જાય છે અને રસી લીધા બાદ શરીરમાં પહેલાની અપેક્ષાએ વધુ એન્ટીબોડીઝ બને છે. આવી રસી લાંબા સમય સુધી બીમારી સામે સુરક્ષા આપે છે. 

દેશમાં ત્રણ રસી સફળતાની નજીક છે. ભારત બાયોટેકની Covaxin ઉપરાંત અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાની વેક્સિન ઝાયકોવ-ડીએ પણ પ્રાથમિક તબક્કાની ટ્રાયલ દરમિયાન સારા પરિણામો આપ્યા છે. આ બાજુ ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિનને ભારતીય કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ કોવિશીલ્ડ નામથી બનાવી રહી છે. આ ત્રણ રસી ઉપરાંત અન્ય ઉપર પણ રિસર્ચ ચાલુ છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 55,838 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસની સંખ્યા 77,06,946 થઈ છે. જેમાંથી 7,15,812 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 68,74,518 લોકો સાજા થયા છે. એક જ દિવસમાં 702 લોકોના મૃત્યુ થયા છે. કુલ મૃત્યુઆંક 1,16,616 પર પહોંચ્યો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link