ICMR ની ચેતવણી: જો કોરોનાના લક્ષણો દેખાય તો ભૂલેચૂકે આ દવાઓ ન લેતા, નહીં તો મુશ્કેલીઓ વધી જશે

Thu, 29 Apr 2021-6:13 am,

કોરોના વાયરસથી પીડિત હળવા લક્ષણોવાળા દર્દીઓ ઘરે રહીને જ સાજા થઈ રહ્યા છે. યોગ્ય દેખભાળ અને દવાઓ સમયસર લેવાની જરૂર છે. આવામાં ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) કેટલીક દવાના નામ જણાવ્યાં છે જે કોરોનાના દર્દીઓએ ભૂલેચૂકે ન લેવી જોઈએ નહીં તો તેમની સમસ્યા ઓછી થવાની જગ્યાએ વધી શકે છે. ICMRએ જણાવ્યું છે કે હ્રદયરોગીઓ માટે જોખમી ગણાતી આઈબ્રુફેન (Ibuprofen) જેવી કેટલીક પેઈનકિલર્સ(Painkillers) કોવિડ-19ના લક્ષણોને ગંભીર બનાવી શકે છે. તેનાથી કિડની ખરાબ થવાનું જોખમ વધી શકે છે. 

ICMR એ સલાહ આપી છે કે 'નોન સ્ટેરોઈડ એન્ટી ઈન્ફ્લેમેટરી' દવાઓ લેવાની જગ્યાએ બીમારી દરમિયાન જરૂર પડ્યે પેરાસિટામોલ (Paracetamol) દવા લેવી જોઈએ. 

શું હાર્ટપેશન્ટ્સ, ડાયાબિટિસ કે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને કોરોનાના સંક્રમણનું જોખમ વધુ છે? જેના પર ICMR એ જણાવ્યું કે 'ના. હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટિસ કે હાર્ટના દર્દીઓને કોઈ અન્યની સરખામણીમાં સંક્રમિત થવાનું જોખમ વધુ નથી.' કોરોનાના હળવા લક્ષણો પણ દેખાય તો તરત જ ટેસ્ટ કરાવો.

ડાયાબિટિસ, હાઈ બ્લડપ્રેશર અને નબળા હ્રદયવાળા કેટલાક લોકોને ગંભીર લક્ષણો હોઈ શકે છે. ICMRએ જણાવ્યું કે તેમણે વધુ દેખભાળ કરવાની જરૂર છે. 

ICMR એ કહ્યું કે હાર્ટના દર્દીઓ માટે જોખમી ગણાતી આઈબ્રુફેન (Ibuprofen) જેવી કેટલીક પેઈન કિલર્સ કોવિડ-19ના લક્ષણોને ગંભીર બનાવી શકે છે. તેનાથી કિડની ખરાબ થવાનું જોખમ પણ વધી શકે છે. 

ICMR એ સલાહ આપી કે 'નોન સ્ટેરોઈડ એન્ટી ઈન્ફ્લેમેટરી' દવાઓ લેવાની જગ્યાએ બીમારી દરમિયાન જરૂર પડે તો પેરાસિટામોલ લઈ શકાય. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link