એક Coronavirus ની ચુંગલમાંથી છૂટ્યા નથી, ત્યાં તો બીજા 2 કોરોના વાયરસ હુમલો કરવા માટે તૈયાર
ભારત સહિત દુનિયાભરના અનેક દેશોમાં કોરોના વાયરસ મહામારીની બીજી લહેરે તાંડવ મચાવેલુ છે. રોજ લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. જ્યારે અનેક લોકો આ મહામારીની ઝપેટમાં આવીને જીવ ગુમાવી ચૂક્યા છે. આ બધા વચ્ચે વૈજ્ઞાનિકોએ એવું નિવેદન આપ્યું છે જેને જાણીને લોકો ચોંકી ગયા છે. તેમનું કહેવું છે કે બહુ જલદી લોકો કોરોનાના બીજા બે વાયરસની ઝપેટમાં આવીને સંક્રમિત થઈ શકે છે.
યુનિવર્સિટી ઓફ આઈઓવાના વાયરોલોજિસ્ટ સ્ટેનલે પર્લમેને પોતાના સ્ટડીમાં જણાવ્યું કે કેટલાક વર્ષો પહેલા મલેશિયામાં 8 બાળકો બીમાર પડ્યા હતા. જેમનમે ન્યૂમોનિયાની ફરિયાદ હતી. જ્યારે હોસ્પિટલમાં તેમના નમૂના તપાસવામાં આવ્યા તો ખબર પડી કે તેઓ એક નવા કોરોના વાયરસથી સંક્રમિત છે જે કૂતરાઓમાં મળી આવે છે. આ વાત ભલે જૂની છે પરંતુ હજુ પણ વૈશ્વિક સ્તર પર લોકો માટે જોખમ યથાવત છે.
વૈજ્ઞાનિકોની તપાસમાં એ જાણવા મળ્યું છે કે વાયરસ કોઈ પણ માણસ કે જીવમાં પોતાને મ્યૂટેન્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ અંગે વધુ જાણવા માટે જ્યારે વૈજ્ઞાનિકોએ મલેશિયાના એક દર્દીમાંથી મળી આવેલા કોરોના વાયરસના જીનોમ સિક્વેન્સિંગની તપાસ કરી તો જાણવા મળ્યું કે અહીં 4 કોરોના વયારસ હાજર છે. જેમાંથી બે કૂતરાઓમાં મળી આવે છે. જ્યારે ત્રીજો વાયરસ બિલાડીમાં અને ચોથો ભૂંડમાં. આ અંગે અનેક મીડિયા રિપોર્ટ્સમાં પણ અત્યાર સુધીની માહિતી છપાઈ ચૂકી છે.
જો કે કોરોના વાયરસ કઈ રીતે એક પ્રજાતિના જીવમાંથી બીજી પ્રજાતિના જીવમાં પ્રવેશી રહ્યો છે, તેની તપાસ હજુ પૂરી થઈ શકી નથી. પરંતુ વૈજ્ઞાનિકોએ જે કેનાઈનલાઈક કોરોના વાયરસ (Caninelike Coronavirus) અને ફેલાઈન કોરોના વાયરસ (Feline Coronavirus) શોધ્યા છે,તેનાથી લોકોના સંક્રમણની ખબર તો મળી છે પરંતુ શું તે એક માણસમાંથી બીજા માણસમાં ફેલાઈ રહ્યા છે તેની પુષ્ટિ વૈજ્ઞાનિકોએ કરી નથી.
પહેલા રિપોર્ટમાં રિસર્ચર્સ અને ઓહાયો સ્ટેટ યૂનિવર્સિટી વુસ્ટરના વેટરનરી વાયરોલોજિસ્ટ એનસ્તેસિયા બ્લાસોવાએ કહ્યું કે કૂતરાઓમાંથી મળી આવતો કોરોના વાયરસ માણસોમાં રેપ્લિકેટ એટલે કે પોતાને વધારે શકે છે. અમે આ વાયરસને કૂતરાઓના ટ્યૂમર સેલ્સમાં વિક્સિત કર્યો છે.
સ્ટેનલેએ કહ્યું કે કૂતરા અને બિલાડીમાંથી મળી આવતો કોરોના વાયરસ દુનિયામાં દરેક જગ્યાએ રહેલો છે. મલેશિયામાં બાળકોમાં જે કોરોના વાયરસ મળી આવ્યો તે પણ કૂતરા સંબંધિત હતો. તેના સ્પાઈક પ્રોટીન કેનાઈન કોરોના વાયરસ ટાઈપ 1 સાથે મળતા હતા. જ્યારે બીજાનું સ્પાઈક પ્રોટીન પોર્સીન કોરોના વાયરસને મળતું હતું. જેને ટ્રાન્સમિસેબલ ગેસ્ટ્રોઈન્ટ્રાઈટિટસ વાયરસ કે TGEV કહે છે. તે બિલાડીઓના સ્પાઈક પ્રોટીન સાથે 97 ટકા મેળ ખાય છે.
આ બાજુ ટેક્સાસના એક વૈજ્ઞાનિકે જણાવ્યું કે આ તમામ કોરોના વાયરસનો જન્મ એક સાથે થયો નથી. તે ધીરે ધીરે એક જીવમાંથી બીજા જીવમાં ફેલાતો રહ્યો અને મ્યૂટેન્ટ કરતો રહ્યો. જેના પર કોઈએ ધ્યાન આપ્યું નહીં. જેનાથી આ વાયરસ ઝડપથી ફેલાતો ગયો.
અત્રે જણાવવાનું કે જે 8 બાળકોની તપાસ કરાઈ તેમાંથી 7 બાળકો 5 વર્ષથી નાની ઉંમરના છે. જ્યારે 4 નવજાત હતા. આ તમામ બાળકો 4થી 7 દિવસ હોસ્પિટલમાં હતા, ત્યારબાદ સાજા થઈને ઘરે પાછા ફર્યા. વૈજ્ઞાનિકો કોરોના વાયરસને ચાર જેનેરામાં વહેંચે છે. આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા. નવાવાળાને જ આલ્ફા કહેવાય છે. આ ત્રીજો આલ્ફા વાયરસ છે જે માણસોને સંક્રમિત કરી રહ્યો છે. બાકીના બે આલ્ફા વાયરસ સામાન્ય રીતે શરદી અને ઉધરસ માટે જવાબદાર હોય છે.