કોવિશિલ્ડ, કોવેક્સીન અથવા Sputnic કઈ Covid Vaccin છે કેટલી અસરકારક, જાણો અહીં
અસરકારકતાની દ્રષ્ટિએ વેક્સીનની ક્ષમતાની વાત કરીએ તો રશિયાની સ્પુટનિક વી 91.6 ટકા અસરકારક છે અને બીમારીની તીવ્રતા ઘટાડવામાં તેની પ્રતિક્રિયા ખૂબ જ વધારે છે. તેની તુલનામાં કોવાક્સિન 81 ટકા અસરકારક છે. જ્યારે કોવિશિલ્ડ 70.4 ટકા છે. પરંતુ જો બંને ડોઝ વચ્ચે જરૂરી તફાવત રાખવામાં આવે તો તે 90 ટકા સુધી વધારી શકાય છે.
રશિયાની સ્પુટનિક વી એ બે જુદી જુદી એડિનોવાયરસથી બનેલી છે, જે સામાન્ય શરદી માટે જવાબદાર વાયરસ છે. તો બીજી તરફ કોવિશિલ્ડ પણ સ્પુટનિકની સમાન રસી છે, જે સામાન્ય કોલ્ડ વાયરસના નબળા સંસ્કરણથી બનાવવામાં આવે છે. જ્યારે કોવેક્સીન એક નિષ્ક્રિય વેક્સીન છે જે મૃત કોરોના વાયરસમાંથી બનાવવામાં આવી છે.
ભારત રશિયાની સ્પુટનિક વી રસીના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપવા માટે 60 મો દેશ બન્યો છે. આ રસી શરીરમાં એન્ટિબોડીઝના ઉત્પાદનને ઉત્તેજીત કરે છે. 2021 ફેબ્રુઆરીમાં લેન્સેટમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, સ્પુટનિક વી ની સામાન્ય આડઅસરોમાં શામેલ છે- - માથામાં દુખાવો - ખૂબ થાક લાગે છે - જે જગ્યાએ ઈન્જેક્શન કરવામાં આવે છે ત્યાં દુખાવો અનુભવો - ફ્લુ જેવી બીમારી આ રસીની કોઈ ગંભીર આડઅસર બહાર આવી નથી.
ભારત બાયોટેકની કોવેક્સીન ઈમ્યૂન સિસ્ટમને ટ્રેનિંગ આપે છે જેથી તે ભવિષ્યમાં વાયરસને ઓળખી શકે. કોવેક્સીનની ફેક્ટશીટ મુજબ નીચેની આડઅસરો જોઇ શકાય છે. - જ્યાં ઈન્જેક્શન કરવામાં આવે છે ત્યાં દુખાવો, સોજો અથવા લાલાશ - તાવ - પરસેવો થવો અથવા ધ્રુજારીની લાગણી - શરીરમાં દુખાવો - ગભરાહટ થવી અને ઉલ્ટી થવી - ખંજવાળ અને ફોલ્લીઓ - માથામાં દુખાવો જે લોકોને બ્લીડિંગથી સંબંધિત કોઈ બીમારી છે, લોહી પાતળુ કરવાની દવા દઈ રહ્યા છે, ગર્ભવતી મહિલાઓ, શિશુને દુધ પીવડાતી મહિલાઓએ હાલ આ વેક્સીન લેવી જોઈએ નહીં.
દુનિયાભરમાં 62 દેશોમાં ઓક્સફોર્ડ એસ્ટ્રેજેનેકાની વેક્સીન કોવિશિલ્ડનો ઉપયોગ થઈ રહ્યો છે પરંતુ હાલના સમયમાં આ વેક્સીનના કોઈ સાઈડ ઈફેક્ટ સામે આવ્યા છે. જેન કારણે આ વેક્સીન પર સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને બ્લડ ક્લોટ એટલે કે લોહી ગંઠાઈ જવાના સાઈડ ઇફેક્ટ્સ. કોવિશીડથી સંબંધિત સાઈડ ઈફેક્ટ્સ છે - ઈન્જેક્શનની જગ્યા પર દુખાવો - ઈન્જેક્શનની જગ્યા પર લાલાશ - હળવો અથવા ભારે તાવ - ખૂબ સુસ્તી અને ઊંઘ આવવું - હાથમાં કડકતા અનુભવાય - શરીરમાં દુખાવો
હાલમાં 18 થી 44 વર્ષની વયના લોકો ખાનગી કેન્દ્રમાં તેમની પસંદગીની રસી પસંદ કરી શકે છે. પરંતુ 45 વર્ષથી ઉપરના લોકો હેલ્થકેરથી જોડાયેલા લોકો અને આવશ્યક કામદારો પાસે રસી પસંદ કરવાનો વિકલ્પ નહીં હોય. આ ઉપરાંત સરકારી રસી કેન્દ્રમાં ઉપલબ્ધ રસીના આધારે આ રસી લગાવાશે. આ ઉપરાંત, જે રસી માટે ત્રણેયમાં પ્રથમ ડોઝ લાગુ કરવામાં આવ્યો છે, તે જ કંપનીની રસી માટે બીજો ડોઝ પણ જરૂરી છે.