PHOTOs માં જુઓ! સી.આર. પાટીલની દીકરી ધરતી દેવરે કોણ છે? આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી

Sat, 09 Mar 2024-6:32 pm,

કોન્સ્ટેબલની નોકરી છોડીને રાજકારણમાં આવેલા સી આર પાટીલ 2019માં ગુજરાતની નવસારીની લોકસભા બેઠકથી સતત ત્રીજીવાર ચૂંટણી જીત્યા હતા. તેમણે 6.89 લાખ રેકોર્ડબ્રેક લીડથી જીત મેળવી હતી.   

સી આર પાટીલ મૂળ તો મહારાષ્ટ્રના જળગાંવના રહીશ છે. તેમને ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે. મોટી પુત્રી ભાવિની સાથે ધરતી પણ મહારાષ્ટ્રના રાજકારણમાં સક્રિય છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ધરતી દેવરે લોકસભા ચૂંટણીમાં ધુલેથી ચૂંટણી લડી શકે છે. તેઓ ભાજપના ઉમેદવાર બની શકે છે.   

ધુલે લોકસભા બેઠક પર છેલ્લી ત્રણ ટર્મથી ભાજપનો કબજો છે. ડો. સુભા ભામરે અહીંથી સતત બે વાર જીતી ચૂક્યા છે. ધરતી દેવરે જિલ્લા પંચાયત સમિતિની ચૂંટણી જીતીને ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ધુલે જિલ્લા પરિષદના અધ્યક્ષ બન્યા હતા. જો આમ થયું તો 18મી લોકસભામાં પિતા સાથે પુત્રી ધરતી પણ સંસદમાં જોવા મળી શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્રમાં આ વખતે 35 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલી બીજેપી મહિલાઓને વધુ તક આપી શકે છે. 

બીડ લોકસભા બેઠકથી એકવાર ફરીથી પ્રીતમ મુંડેનું નામ ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ તેમની બહેન પંકજા મુંડેને પણ ટિકિટ મળવાની આશા છે. આ વખતે અમરાવતી બેઠકથી અપક્ષ સાંસદ નવનીત રાણા  ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. આ ઉપરાંત નંદુરબારથી હીના ગાવિતને તક મળી શકે છે. 

નાંદેડ લોકસભા સીટથી અશોક  ચૌહાણના ભત્રીજી મીનલ ખટગાંવકર ચૂંટણી લડી શકે છે. જ્યારે જળગાંવ બેઠકથી સ્મિતા વાઘલને તક મળી શકે છે. ભાજપ તરફથી એકવાર ફરીથી પૂનમ મહાજનને પણ ટિકિટ મળવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link