આ શહેરમાં શાકભાજીની જેમ ખુલ્લેઆમ વેચાય છે Drugs, ચોકલેટ-કેન્ડી કરતા પણ મામૂલી કિંમતે મળે છે ડ્રગ્સ

Wed, 04 Aug 2021-10:33 pm,

મિરરના અહેવાલ મુજબ ક્રેકલેન્ડના રસ્તાઓ ઝોમ્બી જેવા દેખાતા લોકોથી ભરેલા પડ્યા છે. લોકો નશો કર્યા બાદ અહીં બેભાન અવસ્થામાં ગમે ત્યાં પડ્યા રહે છે. બ્રાઝિલના સાઓ પાઉલોમાં કોકીનનું ચલણ સૌથી વધુ છે જે ખુલ્લેઆમ બેરોકટોક વેચાય છે. આ વિસ્તાર બ્રાઝિલના ડ્રગ્સ કેપિટલ તરીકે પણ ઓળખાવવા લાગ્યું છે. 

સ્થિતિ એવી છે કે હવે તો પોલીસે પણ નશેડીઓને પકડવાનું બંધ કરી દીધુ છે. કોઈ પણ રોકટોક, ડર વગર ડ્રગ્સનું ખરીદ વેચાણ થાય છે. હાલમાં જ એક એવી ડ્રગ પેડલર પકડાઈ જેને 'કિટી ઓફ ક્રેકલેન્ડ' કહે છે. જે પોતાના અંડરવિયરમાં ડ્રગ્સ છૂપાવીને તસ્કરી રહી હતી. 

પોલીસે જણાવ્યું કે 19 વર્ષની લોરેન પોતાની બ્રામાં કોકીન અને ગાંજો છૂપાવીને તસ્કરી કરતી હતી. પોલીસે જ્યારે તેના ઠેકાણા પર રેડ મારી તો ત્યાંથી ભારે પ્રમાણમાં ડ્રગ્સની ખેપ મળી. બ્રાઝિલનો આ વિસ્તાર દુનિયાના સૌથી મોટા ક્રેક કોકીનનું માર્કેટ છે. 

ક્રેકલેન્ડમાં નશેડીઓ ખુલ્લેઆમ કપડા વગર ઘૂમે છે અને દુકાનો પર ફ્રી સેમ્પલ તરીકે ડ્રગ્સનું વેચાણ થાય છે. એટલે સુધી કે લોકોને પહેલા મફતમાં ડ્રગ્સ ચખાડીને તેની લત લગાવવામાં આવે છે જેથી કરીને ત્યારબાદ તેઓ તેની કિંમત ચૂકવે. અહીં નેશેડીઓની ભીડ જોઈને એવું લાગે છે કે જાણે આ વિસ્તાર માણસોના કોઈ પ્રાણી સંગ્રહાલય જેવો હોય. 

દુનિયાનું સૌથી વધુ કોકીન પેદા કરનારા બોલીવિયા, પેરુ અને કોલંબિયા જેવા દેશો સાથે બ્રાઝિલની સરહદો જોડાયેલી છે. આ જ કારણ છે કે આ દેશમાં વાર્ષિક લગભગ 10 લાખ લોકો ડ્રગ્સનો ઉપયોગ કરે છે. અહીં ક્રેક ડ્રગ્સનું વેચાણ કોઈ કેન્ડીથી પણ ઓછા ભાવે થાય છે જે તમને ખુલ્લા બજારમાં સરળતાથી મળી જાય છે. (તમામ તસવીરો સાંકેતિક)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link