WORLD CUP: ICCએ વર્લ્ડ કપ 2023ના 10 શ્રેષ્ઠ ફિલ્ડરોની પસંદગી કરી, ભારતના આ 2 ખેલાડી ટોપ પર

Tue, 21 Nov 2023-10:53 am,

ટાઈટલ મેચમાં 58 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમનાર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્નસ લાબુશેન ટોપ પર છે. તેને ફિલ્ડર ઈમ્પેક્ટ રેટિંગમાં સૌથી વધુ 82.66 પોઈન્ટ્સ મળ્યા છે. જ્યારે તેનો પાર્ટનર ડેવિડ વોર્નર બીજા ક્રમે છે. વોર્નરને 82.55 પોઈન્ટ મળ્યા છે.

 

આ યાદીમાં દક્ષિણ આફ્રિકાના મિડલ ઓર્ડર બેટ્સમેન ડેવિડ મિલરને ત્રીજું સ્થાન મળ્યું છે. મિલરને 79.48 ફિલ્ડર ઈમ્પેક્ટ રેટિંગ પોઈન્ટ મળ્યા છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાની ટીમ આ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારીને બહાર થઈ ગઈ હતી. આ યાદીમાં એડન માર્કરામ પણ છે. તે 50.85 પોઈન્ટ સાથે સાતમા નંબર પર છે.

 

ભારતીય ટીમમાંથી રવિન્દ્ર જાડેજાને ચોથું સ્થાન મળ્યું છે જ્યારે વિરાટ કોહલીને છઠ્ઠું સ્થાન મળ્યું છે. જાડેજાના 72.72 અને કોહલીના 56.79 ફિલ્ડર ઈમ્પેક્ટ રેટિંગ પોઈન્ટ છે. તમને જણાવી દઈએ કે કોહલીને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ પણ મળ્યો છે. તેણે આ વર્લ્ડ કપમાં 90થી ઉપરની એવરેજથી સૌથી વધુ 765 રન બનાવ્યા હતા.

આ યાદીમાં નેધરલેન્ડના ખેલાડી સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટને પણ સ્થાન મળ્યું છે. તે 58.72 ફિલ્ડર ઈમ્પેક્ટ રેટિંગ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. નેધરલેન્ડે આ ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાને હરાવીને બધાને ચોંકાવી દીધા હતા. જોકે, ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી શકી નહોતી.

 

સેમીફાઈનલમાં ભારત સામે હાર્યા બાદ વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયેલી ન્યુઝીલેન્ડ ટીમના બે ખેલાડીઓ પણ આ યાદીમાં સામેલ છે. મિશેલ સેન્ટનર અને ગ્લેન ફિલિપ્સ. સેન્ટનર (46.25 પોઈન્ટ) આઠમા સ્થાને અને ફિલિપ્સ (42.76 પોઈન્ટ) 10મા સ્થાને છે.  

 

વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાન સામે અણનમ 201 રનની અવિશ્વસનીય મેચ વિનિંગ ઇનિંગ રમનાર ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ પણ આ યાદીમાં છે. તે 45.07 પોઈન્ટ સાથે નવમા સ્થાને છે. તમને જણાવી દઈએ કે મેક્સવેલે ઓસ્ટ્રેલિયાને અફઘાનિસ્તાન સામે લગભગ હારેલી મેચ જીતવામાં મદદ કરી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link