Virat Kohli: વિરાટની સદીએ જીતી લીધું અનુષ્કાનું દિલ, સોશિયલ મીડિયા પર કર્યો આવો મેસેજ

Mon, 11 Sep 2023-8:04 pm,

અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે પોતાનું બેટ ઊંચો કરીને સદી ફટકારીને ઉજવણી કરી રહ્યો છે. તેના પર અનુષ્કા શર્માએ લખ્યું, `Super Knock, Super Guy.`

વિરાટ કોહલીએ પાકિસ્તાન સામેની આ મેચમાં 94 બોલમાં 122 રનની અણનમ ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીની વિસ્ફોટક ઇનિંગમાં 9 ફોર અને 3 સિક્સ સામેલ હતી.

વિરાટ કોહલીએ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 13000 રન પણ પૂરા કર્યા છે. વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીએ 278 મેચમાં 13024 રન બનાવ્યા છે. આ દરમિયાન વિરાટ કોહલીએ 47 સદી અને 65 અડધી સદી ફટકારી છે.

કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં વિરાટ કોહલીની આ સતત ચોથી સદી છે. આ પહેલા વિરાટ કોહલીએ છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં પણ અહીં સદી ફટકારી હતી.

વિરાટ કોહલી સિવાય કેએલ રાહુલે પણ 111 રનની અણનમ ઇનિંગ રમી છે. આ બે ખેલાડીઓના દમ પર ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 357 રનનો ટાર્ગેટ આપ્યો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link