Cricket Rule: એક બોલમાં બે બેટર કઈ રીતે થઈ શકે છે આઉટ, જાણો ક્રિકેટના અનોખા નિયમ વિશે
ક્રિકેટની રમત ભારતમાં કરોડો લોકો રમે છે અને તેને પસંદ કરે છે. ક્રિકેટમાં બે ટીમ વારાફરથી બેટિંગ અને બોલિંગ કરે છે.
ક્રિકેટમાં બેટરને આઉટ કરવા માટે ઘણી રીત છે, જેમ કે બોલ્ડ, એલબીડબ્લ્યૂ, કેચઆઉટ, સ્ટમ્પિંગ, પરંતુ એક બોલમાં બે ખેલાડી કઈ રીતે આઉટ થઈ શકે છે?
ક્રિકેટમાં આઉટ થવાનો એક એવો નિયમ પણ છે, જે માત્ર એકવાર ઉપયોગમાં આવ્યો હતો. વનડે વિશ્વકપ 2023માં ત્યારે 1 બોલમાં 2 ખેલાડી પણ આઉટ થયા હતા.
ક્રિકેટનો નિયમ નંબર 31 છે, જે હેઠળ 1 બોલમાં બે ખેલાડી આઉટ થાય છે. હકીકતમાં ટાઈમ આઉટથી કોઈ ખેલાડીને આઉટ આપી શકાય છે.
આ નિયમ હેઠળ જો કોઈ ખેલાડી આઉટ થાય છે કે રિટાયર્ડ થાય છે તો આગામી ત્રણ મિનિટની અંદર નવા ખેલાડીએ ક્રીઝ પર આવી બોલ રમવા માટે તૈયાર થવાનું હોય છે.
વિશ્વકપ 2023માં આ નિયમ હેઠળ પ્રથમ અને છેલ્લો શિકાર શ્રીલંકાનો બેટર એન્જેલો મેથ્યૂસ થયો હતો. મેચમાં બાંગ્લાદેશ વિરુદ્ધ જ્યારે એક ખેલાડી આઉટ થયો ત્યારે મેથ્યૂસ 3 મિનિટની અંદર ક્રીઝ પર ન આવ્યો અને તેને આઉટ ગણાવી દેવામાં આવ્યો હતો.