Virat Kohli Networth: વિરાટ કોહલીનું આલીશાન ફાર્મ હાઉસ જોઈ ખુશ થઈ જશે દિલ, જુઓ તસવીરો
વિરાટ કોહલી અને તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્માએ તાજેતરમાં મુંબઈની દક્ષિણે સ્થિત અલીબાગ શહેરમાં આઠ એકર જમીન ખરીદી હતી. તેના ફાર્મ હાઉસનો સોદો લગભગ એક વર્ષ પહેલા થયો હતો. દંપતીએ તે સમયે બે અલગ-અલગ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું હતું. હવે બંને એક થઈ ગયા છે. જેમાં એક જમીન 2.54 એકર અને બીજી 4.91 એકર છે. આ માટે લગભગ 19.24 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
અલીબાગ મુંબઈના ધનિકોમાં બેન્ચફ્રન્ટ ડેસ્ટિનેશન તરીકે પ્રખ્યાત બન્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ઉદ્યોગપતિઓ, બોલિવૂડ સેલિબ્રિટીઓ અને ક્રિકેટરોએ અહીં ઝડપથી રોકાણ કર્યું છે. ત્યારે ફાર્મ હાઉસના રજીસ્ટ્રેશન માટે રૂ.1.15 કરોડની સ્ટોપ ડ્યુટી ચૂકવવામાં આવી હતી.
આ ડીલ વિરાટના ભાઈ વિકાસ કોહલીએ બંધ કરી હતી. તેણે રિયલ એસ્ટેટ ડેવલપર સમીરા હેબિટેટ્સ પાસેથી જમીન ખરીદી હતી. બાદમાં તેના પર ફાર્મહાઉસ બનાવવામાં આવ્યું હતું. પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીનું ઘર પણ અલીબાગના આલીશાન વિસ્તારમાં છે.
દેશના સૌથી અમીર ક્રિકેટરોની યાદીમાં વિરાટ કોહલીનું નામ પણ સામેલ છે. આ યાદીમાં તે સચિન તેંડુલકર પછી બીજા સ્થાને છે. તેમની પાસે લગભગ 1050 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેણે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં પણ રોકાણ કર્યું છે.
મુંબઈ, દિલ્હી અને ગુડગાંવમાં અલગ અલગ ઘર છે. 2016માં તેણે મુંબઈના વરલી વિસ્તારમાં 34 કરોડ રૂપિયાનું ઘર અને એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. આ સિવાય કોહલીનું ગુરુગ્રામ (ગુડગાંવ)ના પોશ વિસ્તાર DLF ફેઝ-1માં પણ એક ઘર છે. તેણે આ ઘર 2015માં લગભગ 80 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.