મહોમ્મદ કેફની વડોદરા પોલીસે કરી ધરપકડ: કારણ જાણી તમે પણ ચોંકી જશો

Thu, 06 Jul 2023-3:41 pm,

સમગ્ર મામલે વાત કરવામાં આવે તો અલકાપુરી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસ થી દૂધ ચોરીના બનાવો બનતા હતા.ત્યારે નજીક માં લાગેલા સીસીટીવી ચેક કરતા એક યુવક પોતાના વાહન પર દૂધની થેલીઓ લઈને ફરાર થતો નજરે ચડ્યો હતો.

ચ્હાની કીટલી ધારકે સમગ્ર મામલે પોલીસ ને જાણ કરતા ગોત્રી પોલીસ દૂધ પર દાનત બગાડનાર યુવક ને શોધવા કામે લાગી હતી.

ગોત્રી પોલીસ દ્વારા યુવક એ દૂધ ચોરી માં વાપરેલા વાહનની નંબર પ્લેટના આધારે તપાસ કરતા આ વાહન માંડવી વિસ્તારના મહોમ્મદ કેફ રફીક ભાઈ દરબારનું હોવાનું સામે આવ્યું હતું. 

ગોત્રી પોલીસે મહોમ્મદ કેફની કડકાઈથી પૂછપરછ કરતા તે ગલીનો ક્રિકેટર હોવાનું સામે આવ્યું હતું. મહોમ્મદ કેફે પોતાના મોજશોખ પૂરા કરવા માટે ચોરીનો માર્ગ અપનાવ્યો હોવાની કબૂલાત કરી હતી. જેથી ગોત્રી પોલીસે મહોમ્મદ કેફ ની ધરપકડ કરી તેની પાસેથી ચોરી નું દૂધ વેચીને કમાણી કરેલી રોકડ રકમ તેમજ ચોરી માં વપરાયેલું એક્ટિવા કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે, ગોત્રી પોલીસે ધરપકડ કરેલ આરોપી ગલી ક્રિકેટર હોવાનું સામે આવ્યું છે. જે પ્રોફેશનલ ક્રિકેટર તરીકે લોકલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમે છે. આ આરોપીનું નામ મહોમ્મદ કેફ રફીક ભાઈ દરબાર હોવાનું સામે આવ્યું હતું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link