પંચમહાલમાં તૈયાર છે જેપુરા વન કવચ અને મગર ઘર! પાવાગઢ જાઓ તો જોવાનું ના ચુકતા

Thu, 03 Aug 2023-8:46 am,

પાવાગઢથી માત્ર ૬ કિલોમીટરના અંતરે જેપુરા ખાતે વિરાસત વનની બાજુમાં ૧.૧ હેકટર વિસ્તારમાં ગોધરા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વૈજ્ઞાનિક ઢબે આ વન કવચનું નિર્માણ કરાયુ છે. પાવાગઢ ખાતે આવેલા સાત કમાન જેવા જ આ વન કવચમાં પથ્થરથી બનેલો પ્રવેશદ્વાર તથા અહીના ગઝેબો એ ઉત્તમ શિલ્પકારીનું ઉદાહરણ.

વિશિષ્ઠ સેન્ડસ્ટોન પ્રકારના પથ્થરની ઉપર કોતરણી કરીને ૮ પીલ્લરની મદદથી ઉભા કરવામાં આવ્યા છે આ ગઝેબોઝ.જે પાવાગઢના યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળના બિરુદને શોભાવે છે.

આ ગઝેબોઝ ઉપર ૪ વિશિષ્ઠ વનસ્પતિઓ જેવી કે વડ,આંબો, કાંચનાર તથા કેસૂડાની ડાળીઓ અને પાંદડાની આબેહુબ પ્રતીકૃતીઓની લોખંડની પટ્ટીઓ પર કોતરણી કરી ગુંબજ બનાવવામાં આવ્યો છે. 

આ વન કવચનું એન્જીનીયરીંગ જોતા રાજુલા પથ્થરથી બનાવેલા રસ્તા, પથ્થરથી બનાવેલા જ ગઝેબોઝ તથા પ્રવેશદ્વાર વર્ષોવર્ષ સુધી જાળવણી મુક્ત રહેશે. 

આ વન કવચમાં મધ્ય ગુજરાતના વનોનું એક વામન સ્વરૂપ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ૧૦૦ થી પણ વધુ વૃક્ષ, ક્ષુપ અને વેલા ઔષધીઓનું વાવેતર કરાયું છે. 

ઔષધીઓ તરીકે ઉપયોગી અર્જુન સાદડ, મીંઢળ, સમિધ કણજો, કુસુમ, ચારોળી, ટીમરુ, અરડૂસી, વાયવર્ણો, પારીજાતક, અશ્વગંધા વગેરે તેમજ અતિ દુર્લભ એવી પાટલા, કીલાઈ, પત્રાળી, કુસુમ, ભિલામો, ટેટુ, ભૂત આલન, કુંભયો, ભમ્મરછાલ, રગત રોહીડો, મટરસિંગ,બોથી વગેરેનું વાવેતર કરાયું છે. 

વન કવચમાં ‘સિલ્વા’ તથા મધ્ય ગુજરાતની વિવિધ નર્સરીઓમાં ઉછેરાતા સ્થાનિક પ્રજાતિના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. ૧.૧ હેકટર જેટલી જગ્યામાં આશરે ૧૦૦ જેટલી વનસ્પતિની જાતોનું અને ફૂલોનું ૧૧૦૦૦થી પણ વધુ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. 

જૈવિક ખાતરનો ઉપયોગ કરી કરવામાં આવેલ વાવેતરમાં વર્ષોથી સુષુપ્ત રૂટ સ્ટોક થકી જંગલી કંટોળા જેવી અતિ દુર્લભ પ્રકારની વનસ્પતિ પણ હવે જાતે જ ઉગવા લાગી. હાલમાં આ વન કવચમાં ૨૦૦થી પણ વધારે પ્રજાતિઓ જોવા મળે છે જે જૈવિક વિવિધતાનું ઉદાહરણ પૂરું પાડે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link