કરોડોનો મુગટ સ્વામીનારાયણ ભગવાનના ચરણોમાં અર્પણ, જુઓ PHOTOs
ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે ૨૯ વર્ષ ગઢડામા રહી ગઢડાને પોતાની કર્મભૂમિ બનાવી છે અને સ્વામીનારાયણ ભગવાને ગઢડામા સ્વામિનારાયણ સંપ્રદાયનુ મહત્વનું ગ્રંથ શિક્ષાપત્રીની રચના ગઢડામાં કરી હતી. એટલે જ ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થ ધામ ગણાય છે. ગઢડામા આવેલ ગોપીનાથજી મંદિરે મુંબઈના અજમેરા પરીવાર દ્વારા ગોપીનાથજી ભગવાનને કરોડોની કિંમતનો સોનાનો અને સાચા હિરા જડિત મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો.
વડતાલ ગાદિના ગાદિપતી પૂ. આચાર્ય રાકેશ પ્રકાશ મહારાજ અને સંતો ની વિશેષ ઉપસ્થિતીમાં અજમેરા પરીવારે રત્ન જડિત કરોડો રૂપિયાનો મુગટ આચાર્ય મહારાજને અર્પણ કર્યો હતો. જ્યારે આચાર્ય મહારાજ અને સંતોએ રૂડા આશીર્વાદ આપ્યા હતા.
દાતા ધવલ અજમેરાએ જણાવ્યું કે, અજમેરા પરીવાર હમેશાં જે કાર્ય કરીએ તેમા ભગવાનને આગળ રાખતા હોવીએ છીએ એટલાં માટે આજે ગોપીનાથજી ભગવાનને મુગટ અર્પણ કર્યો જેથી અમને અને અમારા પરીવાર ઉપર ભગવાનના આશીર્વાદ રહે તેમજ મહારાજનું મુખ એકદમ ખુશ રહે, જેથી તમામ હરિભકતોને આશીર્વાદ મળતા રહે તેવા હેતુથી મુગટ અર્પણ કર્યો છે.
આ રત્ન જડિત મુગટને બનાવતા ૬ થી ૭ મહિનાનો સમય લાગ્યો હતો અને અમે અને કારીગરોએ બે થી ત્રણ વખત અલગ અલગ ડિઝાઈન બાદ આ મુગટ ત્યાર થયો છે આ મુગટ મા અલગ અલગ હિરા, માણેક અને મીણાકારી વર્ક નું કામ છે તેમજ રીયલ સ્ટોન અને સોનાથી આ મુગટ બનાવ્યો છે ત્યારે ભગવાનની મૂર્તિ પર અમારો મુગટ પહેરશે જે ભાવ અમને ઘણા સમયથી હતો જે આજે પૂરો થયો છે જેથી અમે અને અમારું પરીવાર ભાગ્યશાળી થયું છે તેમજ મુગટના દાતા અજમેરા પરીવારે જણાવ્યું હતું