વાવાઝોડું નજીક આવ્યું કે ગુજરાતથી દૂર ગયું, આ રહ્યાં વાવાઝોડાના તમામ નવા અપડેટ

Fri, 24 May 2024-9:05 am,

તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી શકે છે અને 24 મેના રોજ મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણ બની શકે છે. તે પછી ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી શકે છે અને 25 મેના રોજ સવારે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં તીવ્ર બની શકે છે. આ પછી, તે ઉત્તર તરફ આગળ વધશે અને 26 મી મેની સાંજે એક તીવ્ર ચક્રવાતી વાવાઝોડાનું રૂપ લઈ શકે છે અને બાંગ્લાદેશ અને તેની નજીકના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાની નજીક પહોંચી શકે છે. જો કે, ત્યાં કોઈ સ્પષ્ટ 'લેન્ડફોલ' નથી અથવા ચક્રવાત ક્યાં લેન્ડફોલ કરશે.

દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યો છે. આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવશે. આજથી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડશે. જેમાં આજે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદની આગાહી છે. જોકે, ચક્રવાતની અસરને પગલે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે. 

દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ ઘેરાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે. જેને કારણે આવતીકાલે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ વરસાદ થશે. 23થી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ થશે. આવતીકાલે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદ પડશે. તો દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. ખાસ કરીને 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે. આ વચ્ચે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની પણ આગાહી આવી છે. (Curtacy : India Meteorological Department)

આગાહીકાર અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. આ કારણે ચોમાસું પણ વહેલુ આવશે. 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે.

બીજી તરફ, ગુજરાત વાસીઓને ગરમીથી હાલ કોઈ રાહત નહિ મળે. આગામી 5 દિવસ કાળઝાળ ગરમી હીટવેવ યથાવત રહેશે. ઉત્તર ગુજરાતથી લઈને કચ્છ સુધી હીટવેવની અસર વર્તાશે. ઉત્તર ગુજરાતમાં હિટવેવની અસર રહેશે. હવામાન વિભાગે પણ કહ્યું કે, સૌરાષ્ટ્રમાં 3 દિવસ હીટવેવની આગાહી છે. અમદાવાદમાં બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવ રહેશે. સુરેન્દ્રનગર માં 3 દિવસ હીટવેવ રહેશે. આ દિવસોમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, આણંદ સહિત વોર્મ નાઈટ રહેશે. આગામી સપ્તાહમાં સામાન્ય તાપમાન ઘટી શકે છે. આ દિવસોમાં 1 કે 2 ડિગ્રી તાપમાન  સામાન્ય ઘટાડો રહેશે. Curtacy : India Ahmedabad)

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીથી લોકો અકળાયા છે. આજે રાજકોટનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યું છે. રાજકોટ શહેરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી 42 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાયું છે. ગરમીથી બચવા લોકો નેચરલ જ્યુસ, ઠંડા પીણાં, લીંબુ સરબતનો સહારો લઈ રહ્યાં છે. આકાશમાંથી અગ્ન વર્ષા થતા રસ્તાઓ સુમસાન જોવા મળ્યા છે. બપોરે 1 થી 4 બિનજરૂરી બહાર ન નીકળવા આરોગ્ય તંત્રએ અપીલ કરી છે.   

IMD એ કહ્યું કે ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ અંધ પ્રદેશના દરિયા કિનારે બંગાળની ખાડીમાં દબાણનો વિસ્તાર ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાની સંભાવના છે અને 24 મેની સવાર સુધી દબાણ આવશે. IMDએ કહ્યું, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ, ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે બંગાળની ખાડી પર નીચા દબાણનો વિસ્તાર રચાયો છે (સાત સેમી.' થી 11 સેમી) અલગ-અલગ સ્થળોએ અને અન્ય ઉત્તરી ઓડિશા જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી છે.

સમગ્ર ગુજરાતમાં સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર બન્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 46 ડિગ્રીએ પહોંચી ગયું છે. આ કારણે સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. તેથી સુરેન્દ્રનગરવાસીઓએ ગરમીથી બચવા ઠંડા પીણાંનો સહારો લીધો છે. બપોરના સમયે મુખ્ય હાઇવે સૂમસામ નજરે પડ્યા છે. હજુ 26 મે સુધી હીટવેવની પરિસ્થિતિ બની છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link