આટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટ
મધ્યપૂર્વ બંગાળની ખાડી ઉપર ચક્રાવતી વાવાઝોડુ 'દાના' સક્રીય બન્યું છે. ઓડીસા અને ૫.બંગાળના દરિયાકાંઠો વાવાઝોડાની ચેતવણીરૂપે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આજે સવારે ૮:૩૦ વાગે ૧૬.૫ નોર્થ, ૮૯.૬ ઇસ્ટ, ઓડીસ્સાના પરાદીપતી પર૦ કિ.મી. દ.પૂર્વે તરફ હતું. છેલ્લા છ કલાકમાં ૧૫ કિ.મી.ની ઝડપે ઉતર પશ્ચિમ તરફ મુખ્યત્વે આગળ વધેલ. અને હજુ પણ ઉતર પશ્ચિમ તરફ આગળ વધીને આવતીકાલ સુધીમાં સીવીયર સાયકલોન થઇ શકે. નોર્થ ઓરીસ્સા પ.બંગાળના દરિયાકિનારા વચ્ચે તા.૨૪ના રાત અથવા તા.૨પના સવાર સુધીમાં દરિયાકિનારે ત્રાટકશે.
ભારતીય હવામાન ખાતાની આગાહી અનુસાર, ઓડિશાના ૧૪ જિલ્લાઓ ચક્રવાત દાનાનો ભોગ બને તેવી શક્યતા છે, જેમાં અંગુલ, પુરી, નયાગઢ, ખોરધા, કટક, જગતસિંહપુર, કેન્દ્રપારા, જાજપુર, ભદ્રક, બાલાસોર, કેઓઝર, ઢેંકનાલ, ગંજમ અને મયુરભંજ સામેલ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં, દક્ષિણ ૨૪ પરગણા, ઉત્તર ૨૪ પરગણા અને પૂર્વા મેદિનીપુર, દરિયાકાંઠાના વિસ્તારો અને પડોશી જિલ્લાઓ જેવા કે પશ્ચિમ મેદિનીપુર, બાંકુરા, ઝારગ્રામ અને હુગલીમાં, તોળાઈ રહેલા દાના ચક્રવાતની સૌથી ખરાબ અસર જોવા મળશે.
ચક્રવાતી તોફાન 'દાના'નો 'આઉટર બેન્ડ' બુધવારે બપોરે પૂર્વ કિનારે ત્રાટક્યો, જેના કારણે ઓડિશાના કેન્દ્રપારા અને ભદ્રક જિલ્લાના ભાગોમાં વરસાદ અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ સર્જાઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ માહિતી આપી છે. વાદળો અને વાવાઝોડાના બાહ્ય વળાંકવાળા બેન્ડને 'આઉટર બેન્ડ' કહેવામાં આવે છે. આ બેન્ડ વાવાઝોડાના કેન્દ્રથી સર્પાકાર રીતે દૂર જાય છે, જેના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડે છે. IMD વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે માહિતી આપતા જણાવ્યું કે, પારાદીપથી મળેલી રડાર માહિતી અનુસાર ચક્રવાત 'દાના'નો 'આઉટર બેન્ડ' કેન્દ્રપારા અને ભદ્રક જિલ્લામાં દરિયાકાંઠે ત્રાટક્યો છે. ચક્રવાતી તોફાન દરિયાકાંઠાથી લગભગ 500 કિલોમીટર દૂર છે, પરંતુ તેના વાદળોની 'બાહ્ય બેન્ડ' સ્થાનિક હવામાનને અસર કરી શકે છે.
અપડેટ અનુસાર, વાવાઝોડુ મહારાષ્ટ્રને અસર કરી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ ગુજરાતમાં બંગાળની ખાડીનું દાના વાવાઝોડું અસર કરશે. ગુજરાત રાજયમાં એકંદરે કમોસમી વરસાદની પ્રવૃતિમાં ક્રમશઃ ઘટાડો થયો છે. આગાહી સમયગાળા દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતના મોટાભાગોમાં વધુ દિવસો મુખ્યત્વે સુકુ હવામાન રહેવાની ધારણા છે. જો કે આગાહી સમયના પાછળના દિવસોમાં દ.ગુજરાતમાં છુટા-છવાયા વિસ્તારોમાં ૫૦ ટકા વરસાદની શકયતા છે.