લખી રાખજો! આ તારીખે ગુજરાતમાં આવશે આંધી-વંટોળ સાથે કમોસમી વરસાદ, અંબાલાલની સટીક આગાહી!

Sat, 27 Apr 2024-5:05 pm,

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, તારીખ 28-29 એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ ભાગોમાં મહત્તમ તાપમાન ૪૩ થી ૪૪ ડિગ્રી રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી વધશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી ૪૧ ડિગ્રી કે તેથી વધુ ગરમી રહેશે. તો કચ્છમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી તાપમાન રહેશે. જૂનાગઢમાં ગરમી 41 ડિગ્રી, અમરેલી અને ભાવનગરમાં ૩૮ થી ૪૦ ડિગ્રીએ પહોંચી જશે. 

તેમણે વધુમાં કહ્યું કે, દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ ગરમીનું પ્રમાણ વધશે. વિદર્ભના ભાગોમાં ગરમીના કારણે મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં ગરમી વધશે. આહવા, ડાંગ અને વલસાડમાં ગરમી રહેશે. મે માસની શરૂઆતમાં ફરી એકવાર કમોસમી વરસાદ દસ્તક આપશે. દેશના ઘણા ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી થશે. જેથી ગરમીનો પારો ફરી નીચે જશે.   

અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. 

આગાહીકાર અંબાલાલ પટેલે આજે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે આગાહી કરી કે, પંચમહાલ, સાબરકાંઠા અને દરિયાકિનારાના કેટલાક ભાગોના હળવો વરસાદ અથવા છાંટા આવી શકે છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની અસર જોવા મળી છે. પરંતુ ત્યાર બાદ વાતાવરણમાં ગરમી વધશે. 

28, 29 એપ્રિલે મધ્ય ગુજરાતનું તાપમાન 42-43 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઈડર, અમરેલી, જૂનાગઢમાં પણ ગરમી વધુ રહેશે. 29 એપ્રિલથી ફરીથી ગુજરાતમાં વરસાદનો દોર આવશે. 29 એપ્રિલથી વાદળવાયુ અને ગુજરાતનાં કેટલાક ભાગોમાં હળવો વરસાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી સાથે રહેવાની શક્યતા છે. 

તેમણે કહ્યું કે, મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 4-5-6 મે થી ગુજરાતમાં પુનઃગરમી આવશે. આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે. આ બાદ 10 થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી  24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે.

જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.અશોક કુમારે દાસે માહિતી આપતા જણાવ્યુ, આજે ગુજરાતમાં ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલમાં વરસાદની આગાહી છે. તો દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત જામનગર, દ્વારકા અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે. 

તેમણે વધુમાં કહ્યું કે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા સામાન્ય વરસાદ રહેશે. ગઈકાલે અમદાવાદમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તો રાજ્યમાં પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાકની રહેશે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link