ખતરનાક સ્પીડે આગળ વધી રહ્યું છે વાવાઝોડું! આ રાજ્યોમાં સ્કૂલ-કોલેજોમાં રજા, જાણો ગુજરાતમાં શું થશે અસર?

Thu, 28 Nov 2024-8:03 am,

ફેંગલ ચક્રવાતને કારણે છેલ્લા કેટલાક દિવસોથી તમિલનાડુમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે, પુડુચેરી અને કરાઇકલની તમામ સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. હાલમાં દેશભરના હવામાનમાં સતત પલટો આવી રહ્યો છે. ઉત્તર ભારતમાં ઠંડી વધી રહી છે ત્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ પ્રેશર વાવાઝોડામાં પલટાઈ જશે. ભારતીય હવામાન વિભાગે ચક્રવાત ફેંગલને લઈને એલર્ટ જાહેર કર્યું છે.   

આ ચક્રવાત ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે તબાહી મચાવી શકે છે. IMDએ ભારે વરસાદને લઈને ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેની અસર તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળથી લઈને પંજાબ સુધી જોવા મળી શકે છે. તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ ઈન્ડિગોની ફ્લાઈટને પણ અસર થઈ છે.

બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ અને શ્રીલંકાના દરિયાકાંઠે પવનની ઝડપ 60-70 કિમી પ્રતિ કલાકથી વધીને 80 કિમી પ્રતિ કલાક થવાની શક્યતા છે. સવાર સુધી બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમમાં 65-75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે પછીથી વધીને 85 કિમી પ્રતિ કલાક થઈ શકે છે.  

ફેંગલ ચક્રવાતને કારણે છેલ્લા કેટલાક દિવસોથી તમિલનાડુમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ગુરુવારે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. ફેંગલ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ઈન્ડિગો એરલાઈન્સે ચેન્નઈ, તુતીકોરીન અને મદુરાઈ જતી અને જતી ફ્લાઈટ્સ માટે એડવાઈઝરી જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, પ્રતિકૂળ હવામાનના કારણે ચેન્નઈ, તુતીકોરિન અને મદુરાઈની ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ રહી છે. આ સિવાય તિરુચિરાપલ્લી અને સાલેમની ફ્લાઈટને પણ અસર થઈ રહી છે.

દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલ ડિપ્રેશન મંગળવારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે તે ચક્રવાતી તોફાનમાં ફેરવાશે અને તેની તીવ્રતા વધશે. ત્યારપછી, તે આગામી બે દિવસમાં શ્રીલંકાના કિનારાને અડીને આવેલા તમિલનાડુના કિનારા તરફ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાનું ચાલુ રાખશે. જેના કારણે દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, 29 નવેમ્બરથી પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત ફેંગલ વાવાઝોડાની અસર બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં પણ જોવા મળશે. જેના કારણે આ રાજ્યોને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેન્નાઈ સહિત ઘણા જિલ્લાઓમાં યલો અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાતને કારણે ભારે પવન અને ભારે વરસાદને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં નુકસાન થવાની સંભાવના છે.  

દેશના ઉત્તરીય રાજ્યોમાં ઠંડી વધવા લાગી છે જેના કારણે લોકોને સ્વેટર પહેરવાની ફરજ પડી છે. જ્યારે, તમિલનાડુમાં વાવાઝોડોનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે 27મી નવેમ્બરે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કેરળ, માહે અને કોસ્ટલ આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.  

27 નવેમ્બરના હવામાનની સ્થિતિ જોતા પુડુચેરી અને કરાઈકલમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ, સરકારી ગ્રાન્ટવાળી શાળાઓ અને કોલેજોને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત નાગપટ્ટિનમ, મયિલાદુથુરાઈ અને તિરુવરુર સહિત અનેક વિસ્તારોમાં શાળાઓ અને કોલેજોમાં રજાની જાહેરાત કરાઈ છે.   

ગુજરાતની વાત કરીએ તો રાજ્ય હવામાન ખાતાએ મંગળવારે જણાવ્યું કે આગામી ત્રણ દિવસ અમદાવાદમાં તાપમાનમાં એક ડિગ્રીનો ફેરફાર થઈ શકે છે. અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થતા ઠંડી વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એક થી બે ડિગ્રી તાપમાન ઘટી શકે છે. હાલ પૂર્વીય પવનો ફૂંકાતા હવામાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 28 નવેમ્બર સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બાંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. તો 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમત વર્ષા થશે. 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે. 

સ્થાનિક હવામાન વિજ્ઞાન કેન્દ્રએ 26થી 28 નવેમ્બર સુધી તમિલનાડુ અને પુડુચેરીના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરેલી છે. ત્યારબાદ એનડીઆરએફની ચોથી ટુકડીની 7 ટીમોને તરત તૈનાત કરાઈ. આ ટીમમાં 30 બચાવકર્મી સામેલ છે. તોફાનની અસર 1 અને 2 ડિસેમ્બરે પણ જોવા મળી શકે છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link