Cyclone Remal Update: થઇ જજો સાવધાન.... ગદર મચાવવા આગળ વધી રહ્યું છે રેમલ, જાણો 10 મોટી વાતો
મોનસૂન પહેલાં આ સિઝનમાં બંગાળની ખાડીમાં આ પ્રથમ ચક્રવાત છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણ સિસ્ટમના અનુસાર આ વાવાઝોડાનું નામ 'રેમલ' રાખવામાં આવ્યું છે. ઓમાન દ્વારા રેમલ નામ આપવામાં આવ્યું છે આ ચક્રવાત ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતોના નામાંકરણની પરંપરા બાદ આ પ્રી મોનસૂનમાં બંગાળની ખાડીમાં પહેલાં ચક્રવાતી ગતિવિધિઓને ચિન્હિત કરે છે. આવો વાવોઝોડા રેમલ વિશે 10 મોટી વાતો જાણીએ.
IMD એ એક નિવેદનમાં કહ્યું કે ચક્રવત રેમલ રવિવારે મોડી રાત આસપાસ બાંગ્લાદેશ અને પશ્વિમ બંગાળના દરિયા કિનારેથી પસાર થાય છે અને એક ગંભીર ચક્રવાત વાવાઝોડુ બની શકે છે.
IMD એ X પર પોસ્ટ કરતાં કહ્યું કે 'પૂર્વ મધ્ય બીઓબી પરનું ડિપ્રેશન સાગર દ્વીપ (WB) થી લગભગ 380 કિમી દક્ષિણપૂર્વમાં અને ખેપુપારા (બાંગ્લાદેશ)થી 490 કિમી દક્ષિણમાં સમાન વિસ્તારમાં ઊંડા દબાણમાં બદલાઇ ગયું છે. તે 25મીની સાંજ સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને 26મીએ મધ્યરાત્રિની આસપાસ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વચ્ચે એસસીએસ તરીકે પસાર થશે.
પરિણામ સ્વરૂપ 24-27 મેના રોજ હળવાથી મધ્યમમાં ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે કહ્યું કે તમામ પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ થશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતાવણી છે.
તેની અસર બિહારમાં કેવી પડશે, તેના પર વૈજ્ઞાનિક એસકે પટેલે જણાવ્યું કે આજે લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન છે. મતદાન થનાર જિલ્લામાં તાપમાન સામાન્યની આસપાસ રહેશે. આ વાવાઝોડાની અસર સાંજથી ઉત્તર પૂર્વના જિલ્લામાં વરસાદના રૂપમાં દેખાવવાની સંભાવના છે.
આ દરમિયાન ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ ચક્રવાતી તોફાન 'રેમાલ'ની તૈયારી માટે સક્રિય પગલાં લીધાં છે. દરિયામાં જાનમાલના સંભવિત નુકસાનને ઘટાડવા માટે નવ આપત્તિ રાહત ટીમોને વ્યૂહાત્મક સ્થળોએ તૈનાત કરવામાં આવી છે.
હવામાન વિભાગે 26-27 મેના રોજ પશ્વિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના તટીય જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતાવણી આપી છે. પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગમાં 27-28 મેના રોજ અતિભારે વરસાદ પડી શકે છે. વાવાઝોડું દરિયા કિનારે ટકરાતી વખતે પશ્વિમ બંગાળ અને બાંગ્લાદેશના તટીય વિસ્તારમાં 1.5 મીટર સુધી ઉંચા મોજા ઉછળશે.

હવામાન વિભાગના અનુસાર સમુદ્રમાં હાલ માછીમારોને સલાહ આપવામાં આવી છે કે તે તટ પર પરત ફરે અને 27 મે સુધી બંગાળની ખાડી ન જાય. હવામાન વિભાગે 26 અને 27 મેના રોજ પશ્વિમ બંગાળના તટિય જિલ્લા દક્ષિણ અને ઉત્તર 24 પરગણા જિલ્લાને 'રેડ એલર્ટ' ઇશ્યૂ કર્યું છે.
હવામાન વિભાગે કોલકાતા, હાવડા, નાદિયા અને પૂર્વ મેદિનીપુર જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં એક-બે સ્થળોએ 80 થી 90 કિમી પ્રતિ કલાકથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મુશળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે.