Cyclone Yaas: વાવાઝોડું યાસ હવે ઝારખંડ પહોંચ્યું, પ.બંગાળ-ઓડિશામાં ભારે તબાહી મચાવી દીધી, જુઓ PHOTOS
26મીએ 130-140 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાતા પવન સાથે વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠા વિસ્તારોમાં ભારે કેર વર્તાવ્યો. 26મીના રોજ વાવાઝોડું યાસ 3 કલાકના લેન્ડફોલ દમરિયાન તેની ચરમ સીમાએ હતું અને ખુબ તબાહી મચાવી. તોફાનના રૌદ્ર સ્વરૂપમાં ગાડી, ઘર, મકાન, દુકાન, ઝાડ અને વીજળીના થાંભલા ઉખડી ગયા. જે તસવીરો કેમેરામાં કેદ થઈ તેનાથી તબાહીનો ભયાનક મંજર જોવા મળી રહ્યો છે.
યાસની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા અને દક્ષિણ 24 પરગણા ઉપરાંત પૂર્વ મેદિનીપુર જિલ્લામાં પડી. કોરોનાના કહેર વચ્ચે દક્ષિણ 24 પરગણા જિલ્લાના કાકદ્વીપમાં એક હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા જેના કારણે દર્દીઓએ ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. (તસવીર-એએનઆઈ)
વાવાઝોડાના કારણે બંગાળના અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું અને ઘરોની અંદર પણ પાણી ગયું. આ ઉપરાંત રસ્તા પાણીમાં ડૂબી ગયા. (તસવીર-એએનઆઈ)
ઓડિશાના ભદ્રક જિલ્લામાં વાવાઝોડું કાંઠે ટકરાયું હતું. બાલાસોરમાં પણ ભારે તબાહી જોવા મળી. બાલાસોરમાં જળસ્તર વધ્યા બાદ ગામડાઓ પાણીમાં ડૂબવા લાગ્યા. ત્યારપછી તો એનડીઆરએફના જવાનોએ આકરી મહેનત પછી તેમને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા. આ દરમિયાન લોકોએ ઘરોની છત પર જઈને જીવ બચાવ્યા. (તસવીર-એએનઆઈ)
તોફાને પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં ભારે તબાહી મચાવી. જિલ્લા ડાયમંડ હાર્બર અને સાગર દ્વીપમાં તોફાનના કારણે અનેક ઘર પડ્યા. (તસવીર-એએનઆઈ)
વાવાઝોડા યાસના કારણે પશ્ચિમ બંગાળમાં ભારે તબાહી જોવા મળી. રાજ્યમાં 3 લાખથી વધુ મકાનોને નુકસાન થયું.
વાવાઝોડા યાસ બાદ સમુદ્રમાં ઉઠેલી હાઈ ટાઈડના કારણે બંગાળમાં ઈસ્ટ મિદનાપુર જિલ્લામાં મંદારમની ગામમાં પાણી ભરાઈ ગયા. એક વ્યક્તિનું મોત થયું.
બંગાળના ઈસ્ટ મિદનાપુર જિલ્લાના મદારમની ગામમાં પાણી ભરાયા બાદ અનેક લોકો ઘરોમાં ફસાઈ ગયા. ત્યારબાદ સેનાના જવાનોએ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા.
વાવાઝોડા યાસના પ્રભાવથી સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠી રહી હતી. આ કારણે કાંઠાના વિસ્તારોમાં પૂર જેવા હાલાત થયા. પ્રશાસને સ્કૂલો, કોલેજો, અને મદરેસાઓમાં તોફાન પ્રભાવિત લોકો માટે શિબિર બનાવવામાં આવ્યા જ્યાં તેમને રાખવામાં આવ્યા. (તસવીર-એએનઆઈ)
યાસ બાદ ભારે વરસાદના કરાણે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. આ દરમિયાન એક નવપરણિત કપલ પાણી વચ્ચે રસ્તો પાર કરતું જોવા મળ્યું. (તસવીર-એએનઆઈ)
તોફાન યાસના કારણે પશ્ચિમ બંગળના દીઘામાં 30 ફૂટ ઊંચી લહેરો ઉઠી અને સમુદ્ર તટ પર લાગેલા ગાર્ડરેલ પાર શહેરમાં બે કિમી અંદર સુધી પાણી પહોંચી ગયું. કાંઠા વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા હતા અને લોકોને સુરક્ષિત જગ્યા પર પહોંચાડવામાં આવ્યા હતા. પરંતુ આ દરમિયાન અનેક જાનવરો પાણીમાં ફસાઈ ગયા. (તસવીર-રોયટર્સ)