ભયાનક રીતે ત્રાટક્યું ફેંગલ વાવાઝોડું : ભારે વરસાદથી તબાહી મચી, ગુજરાતમાં પણ જોવા મળશે અસર

Sun, 01 Dec 2024-10:05 am,

ફેંગલ વાવાઝોડાએ દક્ષિણ ભારતમાં કહેર મચાવ્યો છે. ફેંગલ તમિલનાડુ-પુડ્ડુચેરીના કાંઠે વિસ્તારે ટકરાયું છે. વાવાઝોડાના કારણે 90 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો છે. હાલ વાવાઝોડાના કારણે પુડ્ડુચેરી, તમિલનાડુમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પુડ્ડુચોરી ધોધમાર વરસાદના કારણે પાણી પાણી થયું છે. તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાના કારણે ચેન્નાઈની અનેક ફ્લાઈટ રદ કરાઈ છે. તો ભારે પવન સાથે વરસાદથી અનેક જગ્યાએ વીજળી ગુલ થવાના બનાવ બન્યા છે. હવામાન વિભાગે ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. તમિલનાડુમાં 3 ડિસેમ્બર સુધી ભારે વરસાદ વરસશે. 

ચક્રવાત ફેંગલ રવિવારે સવારે લગભગ 2 વાગ્યે તમિલનાડુના દરિયાકાંઠેથી પસાર થયું હતું અને કરાઇકલ અને મહાબલીપુરમની વચ્ચે પહોંચ્યું હતું. લેન્ડફોલ પછી, તે પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી છ કલાકમાં ધીમે ધીમે ડીપ ડિપ્રેશનમાં નબળું પડવાની ધારણા છે. આ પહેલા દિવસે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને તૈયારીઓની સમીક્ષા કરી હતી. કારણ કે તોફાન ફેંગલના કારણે રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે. તેની અસર હાલમાં જોવા મળી રહી છે.

દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીના ઘણા વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારમાં હવામાનમાં ફેરફાર, ભરતી અને ભારે વરસાદની અપેક્ષા છે. IMDએ ચેન્નાઈ અને શહેરના ત્રણ પડોશી જિલ્લાઓ સહિત 13 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે નારંગી ચેતવણી જારી કરી છે. વિલ્લુપુરમ, કલ્લાકુરિચી અને કુડ્ડલોરમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે કારણ કે તે લેન્ડફોલ સ્થાનની નજીક છે. (Image : India Meteorological Department) 

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. ભરશિયાળે ખેડૂતોના માથે આવી માવઠાની ઘાત આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ભરશિયાળે માવઠું આવી રહ્યુ છે. 4 ડિસેમ્બર બાદ માવઠું થવાની પુરી શક્યતા છે. 4થી 8 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું થશે. સુરત, નવસારી, વલસાડના ભાગોમાં માવઠું પડી શકે છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે. બીજી બાજુ બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થશે આ તોફાનની અસર તામિલનાડુ પાંડેચેરી અને ચેન્નઈના ભાગોમાં 29 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી થવાની શક્યતા છે. (Image Twitter : @Indiametdept )

ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વહેલી સવારે અને સૂર્યાસ્ત બાદ ઠંડીનું જોર વધે છે. જો કે નવેમ્બર મહિનાનો અંત આવ્યો હોવા છતાં હજુ સુધી જોઈએ તે પ્રમાણે ઠંડી નથી પડી રહી. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનને લઇને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ગુજરાતમાં કોઈ શીત લહેરની સંભાવના નથી. આમ છતાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પંચમહાલ અને કચ્છમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. જ્યારે 4 ડિસેમ્બર બાદ વાદળો આવતા લઘુત્તમ તાપમાન ધીમે- ધીમે વધવા લાગશે. 8 થી 10 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં ફરીથી તાપમાન ઉચકાશે અને 15 થી 16 ડિગ્રી સુધી પારો જઈ શકે છે. (Image Twitter : @Indiametdept )

જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા ચાલુ થઈ ગઈ છે. આગામી બે દિવસમાં ભયાનક ઠંડી શરૂ થઈ જશે. દેશના 10 રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી છે. સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસ છવાયેલું રહેશે. જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા ચાલુ રહેશે. જોકે, ડિસેમ્બર મહિનો ઠંડીથી વધુ કંપાવનારો રહેશે. દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડો ચાલુ છે. (Image : India Meteorological Department) 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link