Daily Horoscope 1 એપ્રિલ: મેષ, કર્ક અને તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, ભાગ્યના જોરે જોરદાર સફળતા સાંપડશે

Thu, 01 Apr 2021-6:25 am,

Daily horoscope 1 april 2021 (By Astro Friend Chirag - Blessed Son of Astrologer Bejan Daruwalla): મેષ: ગણેશજી કહે છે, વ્યવસાયમાં પદની સાથે-સાથે તમને ગૌરવ પણ મળશે. કાર્યક્ષેત્રમાં તમને અધિકારી વર્ગનો સંપૂર્ણ સહયોગ મળશે. બિઝનેસમેનના આવકના નવા સ્રોત બનશે અને બાકી કામોને પૂર્ણ કરવાનો સમય મળશે. જીવનસાથીની મદદથી કોઈ નવો પ્રોજેક્ટ શરૂ થશે. મિત્રો અને પ્રિયજનો સાથે સમય વિતાવશો. સંપત્તિનો વિવાદ સમાપ્ત થશે અને પરિસ્થિતિ તમારા પક્ષમાં આવશે. પારિવારિક બિઝનેસમાં પિતાનો સહયોગ મળશે.  

વૃષભ: ગણેશજી કહે છે, નવો વેપાર શરૂ કરવા માટે નસીબ સાથે રહેશે. રોકાણ માટે સમય સારો છે. કાર્યક્ષેત્રમાં નવી ઉર્જા આવશે અને અટકેલા કાર્ય પૂરા થતા સાથે ખ્યાતિ વધશે. તમારે ઘરના સભ્યો માટે કંઈક ખરીદવું પણ પડી શકે છે. પ્રતિકૂળ સંજોગોમાં પિતાનો સહયોગ મળશે. જીવનસાથી સાથે સંબંધ સારો રહેશે અને બાળકોને પણ સારા સમાચાર મળી શકે છે.

મિથુન: ગણેશજી કહે છે, તમને વ્યવસાયમાં સકારાત્મક પરિવર્તન ગમશે અને લોકોની નજરમાં પણ આવશો. રોજગારી ક્ષેત્રે તમારી ક્ષમતાઓ વિસ્તરશે, જે તમને નવી તકો આપશે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે થોડી મુશ્કેલીઓ આવી શકે છે.સાસરિયા પક્ષ તરફથી સંબંધોમાં સુધારા થશે. લવ લાઇફમાં તમારી વ્યસ્તતાના કારણે થોડો તણાવ આવી શકે છે.  

કર્ક: ગણેશજી કહે છે, માતા-પિતાના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તેમનો સહયોગ પણ પ્રાપ્ત થશે. વ્યાવસાયિક તકનો લાભ લેશો અને અધિકારીઓ સાથે સારા સંબંધો રાખશો.રાજકારણ સંબંધિત લોકોને જનસમર્થન મળશે. જીવનસાથીની પ્રગતિ થશે અને આવક પણ વધશે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.  

સિંહ: ગણેશજી કહે છે, પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને વિવાદ થઇ શકે છે. આર્થિક મામલે વધારે ફાયદો થવાથી મન પ્રસન્ન રહેશે. તમારો ધાર્મિક કે અધ્યાત્મિક ક્ષેત્રમાં રસ વધશે. જેના કારણે તમારા વિચારો પોઝિટિવ અને સંતુલિત થશે. ક્યારેક મન પ્રમાણે અતિ આત્મવિશ્વાસના કારણે દગો થઇ શકે છે. આ સમયે બધા કાર્યોને યોજનાબદ્ધ રીતે શરૂ કરીને ચાલો. વ્યવસાયિક ગતિવિધિઓમાં હાલ વધારે સુધારની સંભાવના નથી.

કન્યા: ગણેશજી કહે છે, પિતા સાથેના સંબંધોમાં સુધારા થશે અને કાર્યસ્થળની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. સામાજિક ક્ષેત્રે તમારી ખ્યાતિ વધશે. તમે શત્રુઓને પરાજિત કરશો અને તમને તમારા કાર્યમાં સફળતા મળશે. વેપાર વધશે અને દેવામાંથી પણ રાહત મળશે. નાણા સંબંધિત કામમાં કોઈની સલાહ લેવી પડી શકે છે. લવ લાઈફમાં ઉત્તેજના અને ઉત્સાહ રહેશે. બાળકોની પ્રગતિથી ખુશ રહેશો અને રાહત પણ મળશે.  

તુલા: ગણેશજી કહે છે, લવ લાઇફમાં તમારું માન વધશે. વિદેશ સંબંધિત કામમાં તમને સફળતા મળશે અને વિદેશ જવાની ઈચ્છા પૂર્ણ થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને બચતમાં વિકાસ થશે. જો તમે મીડિયા અથવા જાહેર સેવા સાથે સંકળાયેલા છો તો પછી તે બિઝનેસ પાર્ટીમાં જવું જરૂરી રહેશે. પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે અને નાના સભ્યો સાથે સારો સમય પસાર થશે.

વૃશ્ચિક: ગણેશજી કહે છે, તમારા બાળકને લગતી કોઈપણ સૂચના તમને ચિંતા આપી શકે છે. સપ્તાહના પહેલા દિવસે વિદ્યાર્થીઓને મૂંઝવણમાંથી મુક્તિ મળશે અને રચનાત્મક કાર્ય કરવાની તક મળશે. બેરોજગાર યુવાનોને રોજગાર મળશે. વ્યાવસાયિક યાત્રાઓ લાભકારક રહેશે. લવ મેરેજ માટે પારિવારિક સહયોગ મળશે. રોકાણ માટે સમય સારો છે. માતા-પિતાના આશીર્વાદથી તમામ કાર્યોમાં સફળતા મળશે.

ધનુ: ગણેશજી કહે છે, લવ લાઈફમાં નવી ઉર્જા આવશે. ધંધાની સ્થિતિમાં સુધારો થશે અને નવી ડીલ પણ મળશે. તમે ઘરની સજાવટ માટેની ખરીદી પર જઈ શકો છો. રોકાણ માટેની યોજનાનું ધ્યાન રાખો અને બિનજરૂરી ખર્ચા ટાળો. તમને તમારા જીવનસાથી તરફથી ભેટ અને માન મળશે. કોઈપણ જોખમી કાર્યોથી દૂર રહો અને તમારી વર્તણૂક ઉપર નિયંત્રણ રાખો.  

મકર: ગણેશજી કહે છે, ક્યારેક કામમાં થોડી મુશ્કેલીઓ આવવાથી તમે પરેશાન રહેશો. ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાવવું તથા તેમનો સહયોગ કરવો તમને સુકૂન આપશે. સાથે જ અધ્યાત્મિક ઉન્નતિ પણ થશે. પતિ-પત્નીના સંબંધ સુખમય જળવાયેલાં રહેશે. પરિવાર તથા બાળકો સાથે ભાવનાત્મક સંબંધ વધારે મજબૂત થશે.  

કુંભ: ગણેશજી કહે છે, વિવાહ કરવા માગતા લોકો માટે થોડી સારી તકો આવશે. તમે કાર્યક્ષેત્રમાં જે ફેરફાર કરો છો તેના સકારાત્મક પરિણામો આવશે. રાજકીય પક્ષ બાજુથી તમને ફાયદો થશે અને મોટા લોકોને મળશો. જીવનસાથીની સલાહ મદદરૂપ થશે. ભાઈઓ અને મિત્રોની સહાયથી તમારું અટકેલું કાર્ય પૂર્ણ થશે. વિદ્યાર્થીઓના ઇચ્છિત શિક્ષણનો માર્ગ મોકળો થશે.

મીન: ગણેશજી કહે છે, નોકરીમાં અસ્થિરતાના કારણે મન વ્યથિત થઈ શકે છે. તમારે વાહનની જાળવણી કરવી પડશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તમ ક્રમ મેળવવા માટે વધુ પ્રયત્નોની જરૂર રહેશે. માતા સાથે વૈચારિક મતભેદો હોઈ શકે છે. નવું કાર્ય શરૂ કરવા માટે કૌટુંબિક સહયોગની જરૂર રહેશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link