રાશિફળ 19 ડિસેમ્બર: આ જાતકોને પ્રેક્ટિકલ થઇને કોઇ નિર્ણય લેવાથી મળી શકે છે ઉત્તમ પરિણામ

Sun, 19 Dec 2021-6:19 am,

ગણેશજી કહે છે, પરિવાર સાથે શોપિંગ તથા હરવા-ફરવાનો પ્રોગ્રામ બનશે. વ્યવસાયિક સ્થળે તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. આજે તમને કોઇ શુભ સમાચાર મળી શકે છે. જેના કારણે મન પ્રસન્ન રહેશે.  

ગણેશજી કહે છે, યવસાયિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે. તમે તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસ અનુભવ કરશો. સ્વાસ્થ્ય સારું રહેશે. ઘરનું વાતાવરણ સુખમય જાળવી રાખવામાં જીવનસાથીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે. ક્યારેક તમે આળસના કારણે મળતી સફળતાને આગળ ટાળવાની કોશિશ કરરશો.  

ગણેશજી કહે છે, સફળતાના કારણે ક્યારેક તમારી અંદર અહંકારની ભાવના પણ આવી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. તમારા કર્મ અને ભાગ્ય બંને મળીને તમારા માટે સારી પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહ્યા છે. તમારી ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો.  

ગણેશજી કહે છે, લાભ સાથે-સાથે વ્યયની પણ સ્થિતિ બની રહેશે. વ્યવસાયિક કાર્યોમાં થોડા વિઘ્નો આવી શકે છે. તમારી અંદર કોઇપણ પ્રકારની હીન ભાવના અનુભવ ન કરો. તમે તમારા સોમ્ય અને સહજ સ્વભાવ દ્વારા કોઇપણ પરિસ્થિતિને પોતાના પક્ષમાં કરવામાં સક્ષમ રહેશો.  

ગણેશજી કહે છે, ક્યારેક વધારે વિચારવામાં સમય લગાવવાથી પરિસ્થિતિ હાથમાંથી સરકી શકે છે. શરીરમાં દુખાવાની સમસ્યા રહેશે. જીવનસાથીનો તમારા પ્રત્યે ભાવનાત્મક લગાવ તમારા સંબંધને મજબૂત કરશે. આજે તમે આરામ અને મનોરંજનના મૂડમાં રહેશો.   

ગણેશજી કહે છે, પ્રેક્ટિકલ થઇને કોઇ નિર્ણય લેવાથી ઉત્તમ પરિણામ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં બધા કામ યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે. આ સમયે યોગ્ય બજેટ બનાવીને રાખો. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. આ સમયે સંયમની જરૂરિયાત છે. તમારો ગુસ્સો તમારા માટે જ નુકસાનદાયક બની શકે છે. 

ગણેશજી કહે છે, રાજનૈતિક તથા અનુભવી વ્યક્તિની સલાહ તથા મદદ તમારા વ્યવસાયને નવી દિશા પ્રદાન કરશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. ઘરમાં કોઇ ધાર્મિક આયોજન પણ પૂર્ણ થઇ શકે છે. તમારા સ્વભાવમાં પોઝિટિવિટી જાળવી રાખવા માટે સારા સાહિત્ય તથા સારા લોકોના સંપર્કમાં રહો.  

ગણેશજી કહે છે, પતિ-પત્ની વચ્ચે નાનો વિવાદ રહેશે. પરંતુ તેનાથી સંબંધો ગાઢ બનશે. આ સમયે બનાવેલી યોજના નજીકના ભવિષ્યમાં શુભ અવસર પ્રદાન કરશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમે પલ્બિક ડીલિંગને લગતા કાર્યોને પૂર્ણ કરવાનો ઉત્તમ સમય છે.  

ગણેશજી કહે છે, જૂની નકારાત્મક વાતોને યાદ કરવાની જગ્યાએ વર્તમાન ઉપર ધ્યાન આપો. યોગ અને કસરત કરતાં રહો. પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં તમારે જ બધી વ્યવસ્થા જોવી પડશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજના કારણે ભાવનાત્મક અંતર વધી શકે છે. જૂની નકારાત્મક વાતોને યાદ કરવાની જગ્યાએ વર્તમાન ઉપર ધ્યાન આપો.  

ગણેશજી કહે છે, વ્યવસાયિક કાર્ય સમય પ્રમાણે પૂર્ણ થતાં જશે. ક્યારેક તમારો શંકાવાળો સ્વભાવ સંબંધને ખરાબ કરી શકે છે. ખાવાપીવામાં બેદરકારીને કારણે ગેસ તથા અપચાની સમસ્યા રહેશે. કામ વધારે હોવાના કારણે ઘર-પરિવાર ઉપર વધારે સમય આપી શકાશે નહીં.

ગણેશજી કહે છે, વ્યવસાયિક ગતિવિધિઓમાં તમારા સહયોગીઓની સલાહને પણ સર્વોપરિ રાખો. એકાગ્રતામાં થોડો ઘટાડો આવી શકે છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી યોજનાઓને શરૂ કરવા માટે આજે સમય યોગ્ય છે. આત્મમંથન કરો. સ્વાસ્થ્ય ઠીક રહેશે.  

ગણેશજી કહે છે, કોઇ નજીકના સંબંધીની દખલ તમારા ઘર અને વેપારમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. જીવનસાથી સાથે ચાલી રહેલાં થોડા મતભેદો દૂર થશે. કોઇ પ્રોપર્ટીને લગતાં કાર્યો પણ બની શકે છે. આ સમયે તમારા કામ ઉપર વધારે ધ્યાન આપો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link