રાશિફળ 22 ફેબ્રુઆરી: આજે આ રાશિના જાતકો પર ભોલેનાથની અપાર કૃપા, અધૂરી ઈચ્છા પૂરી થશે

Mon, 22 Feb 2021-7:43 am,

મેષ- આજે ધનલાભ થશે. ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. જેના કારણે આજે પૈસા આવવા નિશ્ચિત છે. મનમાં રહેલી ઈચ્છા પૂરી થશે. આજનો દિવસ તમારા માટે નવી ભેટ લઈને આવશે. આજે બગડેલા કામો પૂરા  થશે. શિવજીના આશીર્વાદ લઈને દૂધથી અભિષેક કરો. 

વૃષભ- આજે તમારે આત્મ વિશ્લેષણ કરવાની જરૂર રહેશે. આજે બની શકે કે તમારી ગતિવિધિઓ પર ફરીથી વિચારવાની જરૂર પડે. આજે તમારા સહયોગીઓની સંખ્યા વધી શકે છે. આજે તમારું ઈન્વોલ્મેન્ટ સામાજિક કામોમાં વધુ રહે તેવા યોગ છે. મંગળ રાશિમાં છે એટલે તમે ગોળનું દાન કરો તો સારું. 

મિથુન- આજે અટવાયેલા કામો પૂરા થશે. સરકારી કામોમાં ઓફિસરોનો સહયોગ પ્રાપ્ત થવાના યોગ પણ છે. આજે કામ અંગે તમે વધુ વ્યસ્ત રહેશો. પરંતુ સાંજ સુધીમાં બધા  કામ પૂરા થઈ જશે. બિલી પત્ર મહાદેવને ચડાવો.

કર્ક- ઘરેલુ સુખ સુવિધા પ્રાપ્ત થશે. ઘરમાં ખુશનુમા માહોલ રહેશે. પરિવાર તમારાથી પ્રસન્ન રહેશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ રહેશે. પરંતુ બાળકો તરફથી સારા સમાચાર મળવાના યોગ છે. દૂધથી શિવનો અભિષેક કરો. 

સિંહ- આજે પ્રેમ સંબંધમાં સુધારો આવશે. આજે તમને કોઈ નવા શુભ સમાચાર મળવાના યોગ છે. કારોબારમાં સફળતા મળશે. પરંતુ આજે કોઈ દેણદાર પોતાની જુબાનથી ફરી શકે છે. વિકલ્પ લઈને ચાલશો તો સારું. લાલ વસ્ત્રો ન પહેરો. 

કન્યા- આજે પાર્ટનરશીપથી ફાયદો થશે. ભાગીદારીના કામોમાં વિશેષ લાભના યોગ છે. દરેક કામમાં સફળતા મળવાના યોગ છે. અભ્યાસમાં વિશેષ સાવધાની રાખો. આજની ભૂલ ભવિષ્યમાં ભારે પડી શકે છે. અભ્યાસમાં મન લગાવવાનો પ્રયત્ન કરો. ચંદનનું તિલક  કરો. 

તુલા- વ્યર્થના વિવાદમાં ન પડો. સાવધાની નહીં રાખો તો નુકસાન થશે. બને તો ઝગડાને ટાળવાની કોશિશ કરો. પરિવારમાં કોઈ સાથે મનમોટાવ થશે. આજે ઘરવાળા થોડા પરેશાન થઈ શકે છે. મોટા સાથે અણબનના યોગ છે. રસવાળા ફળનું દાન કરો. 

વૃશ્ચિક- આજે કાયદાની આટીઘૂંટીમાં ફસાઈ શકો છો. વ્યર્થના કામોમાં ધનખર્ચના યોગ છે. આજે કૌટુંબિક સમસ્યામાં ગૂંચવાયેલા રહેશો. પરંતુ તમારું સ્વાસ્થ્ય આજે સારું રહેશે. જરૂરિયાતવાળાની સેવા કરો. 

ધનુ- તમારી યોજના મુજબ કામ પૂરા થશે. આજનો દિવસ તમારા માટે વિશેષ રીતે શુભ અને ઉત્તમ રહેશે. કોઈ કામમાં પરેશાની નહીં થાય. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. પરંતુ આજે બહારનું ખાવાનું ખાવાથી સ્વાસથ્ય બગડી શકે છે. 

મકર- ગુસ્સો કરવાથી નુકસાન થશે. આજે શાંત રહેવાનો પ્રયત્ન કરો. તમારા ગ્રહ બુદ્ધ ભ્રષ્ટ કરી શકે છે. આજે ધનલાભના યોગ છે. નવા કપડાં પણ ગીફ્ટમાં મળી શકે છે. આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. તેલનો ઉપયોગ ન કરો. 

કુંભ- આજે બિન કાયદાકીય કાર્યોમાં ફસાઈ શકો છો. કાનૂનની વિરુદ્ધ જઈને કામ કરવું મોંઘું પડી શકે છે. સાવધાન રહો. નહીં તો કોઈ બચાવી શકશે નહીં. આજે અટવાયેલા પૈસા પાછા મળશે પરંતુ કોઈ ખાસ મિત્ર તમારાથી દૂર જઈ શકે છે. જેના કારણે મન પરેશાન રહેશે. સંત મહાત્માઓના આશીર્વાદ લો.   

મીન- બુદ્ધિના દમ પર તમામ કામ પૂરા થશે. આજનો દિવસ તમારા માટે સારો રહેશે. સૂજ બૂજથી કરેલા કામોથી જીવનમાં આગળ વધશો. આજે તમારા અધિકારોમાં વૃદ્ધિ થવાના યોગ છે. ઓફિસ હોય કે ઘર બધા તમારું સન્માન કરશે. આજે કોઈને ઉધાર પૈસા ન આપો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link