Daily Horoscope: સોમવારે કઈ કઈ રાશિના જાતકો પર થશે ભોળાનાથની કૃપા અને કોણે રહેવું સંભાળીને જાણો

Mon, 22 May 2023-7:00 am,

ગણેશજી કહે છે, આળસના કારણે કોઇપણ કામને ટાળવાની કોશિશ ન કરો. વ્યવસાયમાં છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલા ઉતાર-ચઢાવમાં ઘટાડો આવી શકે છે. આજે સપના સાકાર કરવાનો દિવસ છે. કબજિયાત અને ગેસના કારણે દિનચર્યા અસ્ત-વ્યસ્ત રહી શકે છે.  

ગણેશજી કહે છે, સિઝનલ બીમારીઓથી સાવધાન રહેવું. તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. લગ્નજીવન સુખદ રહી શકે છે. પાર્ટનરશિપને લગતા કાર્યોમાં લાભદાયક સ્થિતિ બની રહી છે. તમારા અટવાયેલાં કામ સરળતાથી પૂર્ણ થતાં જશે.

ગણેશજી કહે છે, વિરોધી પક્ષ તમારા માટે કોઇ પરેશાની ઊભી કરી શકે છે. મશીન, સ્ટાફ વગેરે સાથે જોડાયેલી નાની-મોટી સમસ્યાઓ ઊભી થઇ શકે છે. ખરાબ આદતો અને નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી અંતર જાળવી રાખવું. આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. 

ગણેશજી કહે છે, તમે તમારા યોગ્ય વ્યવહાર દ્વારા પરિસ્થિતિને સંભાળી લેશો. પતિ-પત્ની વચ્ચે પોઝિટિવ અને સહયોગાત્મકપૂર્ણ સંબંધ રહેશે. પારિવારિક વ્યસ્તતાના કારણે તમે કામની જગ્યાએ વધારે સમય આપી શકશો નહીં. આર્થિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે.

ગણેશજી કહે છે, ઘરેલૂ જીવનમાં એક પછી એક પરેશાનીઓ આવી શકે છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમતને વધારી શકે છે. કાર્યક્ષેત્રમાં આજે કામ વધારે રહેશે. આવકના સાધન વધવાની સાથે-સાથે ખર્ચ પણ વધશે. 

ગણેશજી કહે છે, વ્યવસાયિક ગતિવિધિઓમાં આજે વધારે સુધાર આવે તેવી શક્યતાઓ છે. આ સમયે વર્તમાન ગ્રહ સ્થિતિ તમને અદભૂત શક્તિ પ્રદાન કરી રહી છે. માથાનો દુખાવો અને તણાવની અસર તમારા કાર્યો ઉપર પડી શકે છે. કોઇ શુભ સમાચાર મળવાથી પરિવારમાં સુખમય વાતાવરણ જળવાશે. 

ગણેશજી કહે છે, વાસ્થ્ય સારું રહેશે. વ્યવસાયિક ગતિવિધિઓ હાલ થોડી ધીમી જ રહેશે. પતિ-પત્નીનો એકબીજા પ્રત્યે સહયોગ ઘરની સુખ-શાંતિને જાળવી રાખશે. આજે તમે આરામથી પરિવાર સાથે દિવસ પસાર કરવાના મૂડમાં રહેશો. 

ગણેશજી કહે છે, લગ્નજીવન સુખમય રહેશે. તમારી અંદર રિસ્ક લેવાની પણ પ્રવૃત્તિ રહેશે, જે ફાયદાકારક સાબિત થશે. કોઇ નવા કામને શરૂ કરવા માટે હાલ સમય યોગ્ય નથી. ખર્ચ વધારે રહી શકે છે. 

ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રમાં તમે તમારી મહેનત અને ક્ષમતા દ્વારા તમારા ટાર્ગેટને પ્રાપ્ત કરવાની કોશિશ કરશો. તમારું સ્વાભિમાન તથા આત્મવિશ્વાસ તમારી ઉન્નતિમાં સારું સાબિત થશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. તમારી કાર્ય ક્ષમતાને સાબિત કરવા માટે ખૂબ જ વધારે પરિશ્રમ કરવો પડી શકે છે. 

ગણેશજી કહે છે, આ સમય વ્યવસાયને વધારવા માટે જનસંપર્ક ખૂબ જ લાભદાયક સાબિત થશે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત લાભદાયક અને સન્માનિત રહી શકે છે. ઘરમાં મહેમાનોની અવર-જવર રહી શકે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શનને ઇગ્નોર કરશો નહીં. 

ગણેશજી કહે છે, કોઇ દુઃખદ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે. અચાનક જ કોઇ વ્યક્તિ સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે. વેપારમાં મંદી હોવા છતાં લાભદાયક સ્થિતિઓ બની શકે છે. લગ્નજીવનમાં મધુરતા રહેશે. 

ગણેશજી કહે છે, કામકાજને લઇને કોઇ નજીકની યાત્રા તમારા ઉત્તમ ભવિષ્યના દ્વાર ખોલી શકે છે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાયેલું રહેશે. લાભદાયક સંપર્ક સ્થાપિત થઇ શકે છે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કાર્યો હવે પૂર્ણ થશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link