Daily Horoscope 23 ફેબ્રુઆરી: આજે જયા એકાદશી, ભૂલેચૂકે ન કરતા આ 5 કામ, જાણો કેવો રહેશે તમારો દિવસ

Tue, 23 Feb 2021-7:29 am,

મેષ- આર્થિક સ્થિતિમાં કેટલાક મોટા ફેરફારના યોગ છે. જેનાથી તમે ખુશ રહેશો. તમારી મહત્વકાંક્ષા વધેલી રહેશે. તમારી અપેક્ષાઓને સંતુલિત રાખવી પડશે. અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. ઓફિસમાં તણાવભરી સ્થિતિ ખતમ થઈ શકે છે. મહેનત અને સમજદારી સાથે તમે કેટલાક એવા કામ પતાવી શકો છો જે જોખમ ભરેલા છે. કોઈ મોટું ટેન્શન પણ ખતમ થઈ શકે છે. 

વૃષભ- ઓફિસ કે બિઝનેસમાં નવી પહેલ કરવાનો સમય છે. તમારા કામકાજમાં નવા પ્રયોગ કરવામાં તમે સફળ થઈ શકો છો. દિવસ તમારા માટે ઠીક રહેશે. આજે તમે જે પણ વિચારશો તેમા સફળતા મળી શકે છે. અધિકારીઓ તમારા વખાણ કરશે. જીવનસાથી સાથે સમય વીતશે. ભાગીદારથી ફાયદો થશે. રોજબરોજના કામથી ફાયદો થઈ શકે છે. પ્રોપર્ટીના કામ પણ પૂરા થઈ શકે છે. જૂના કામ સમયસર પૂરા થશે. કૌટુંબિક સમસ્યાઓના સમાધાનની તક મળી શકે છે. 

મિથુન- જૂના વિચારેલા કામો કરવાના શરૂ કરો. તેનાથી ફાયદો થશે. આજે તમે સારું મહેસૂસ કરશો. સામૂહિક અને સામાજિક કામ માટે સારો દિવસ છે. કુટુંબના મોટાભાગના કામ તમારે પતાવવા પડી શકે છે. મિત્રો સાથે સમય વિતાવશો. કોઈ પ્રકારનું રોકાણ કરવાની યોજના પણ બનાવી શકો છો. આજે ધન લાભ થઈ શકે છે. ઉધાર આપેલા પૈસા તમને પાછા મળી શકે છે.   

કર્ક- અચાનક ધનલાભ થઈ શકે છે. અટવાયેલા પૈસા પાછા મળવાના યોગ છે. પૈસાના મામલે ઉકેલ આવી શકે છે. મિત્રો તમને સમસ્યાઓમાં બહાર કાઢવામાં મદદ કરશે. કામકાજ સંબંધિત  સારા અને વ્યવહારિક વિચારો તમારા દિમાગમાં આવી શકે છે. કોઈ પણ અણબન જલદી ઉકેલવાની કોશિશ કરો. વ્યવહાર કુશળતા અને સહનશક્તિથી કામ લેશો તો મોટાભાગના મામલાનો ઉકેલ આવશે. 

સિંહ- આજે તમે જે પણ કામ કરશો તેનાથી તમને કઈને કઈ ફાયદો જરૂર થશે. કામકાજથી પૈસા મળશે. મનમાં પૈસાને લઈને અનેક પ્રકારના વિચાર આવી શકે છે. તેના પર તરત કોઈ પગલું ભરી શકો છો. તમે દસ્તાવેજી કામ પતાવવા પર ધ્યાન આપો. કેટલાક કાગળો તમારા માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે. હરવા ફરવા માટે પણ સમય સારો છે. 

કન્યા- આજે તમે મજબૂતાઈ અને ધૈર્યથી કામ લેશો. દિવસભર પૈસા અંગે જ વિચારતા રહેશો. જમીન અને પ્રોપર્ટીના કામોથી પણ ધનલાભના યોગ બની રહ્યા છે. કોઈ નવું કામ કરવાનું વિચારી રહ્યા હોય તો તમારી સામે કઈક વધુ કામ આવી શકે છે. રોજબરોજના કામકાજ વધુ રહેશે. થોડા સમયમાં બધુ ઠીક થઈ જશે. ધૈર્ય રાખો. ઓફિસમાં તમારી પ્રગતિ અંગે વિચાર કરશો. આગળ વધવા માટે તમારે કઈક નવું શીખવું પડશે. સ્વાસ્થ્ય સંબંધી મામલાઓમાં તમારી ચિંતા ઓછી થઈ જશે. 

તુલા- કોઈ મહત્વપૂર્ણ કામ કરી શકો છો. જે તમને મોટો ફાયદો કરાવશે. પૂરી મહેનત કરવાથી મજા આવશે. નવું કામ શરૂ કરવાની જગ્યાએ જૂના કામ પૂરા કરવા પર ધ્યાન આપો. જે લોકો અપરણિત છે તેમના માટે દિવસ સારો છે. બીજાથી આગળ નીકળવાની ઈચ્છા વધી શકે છે.   

વૃશ્ચિક- તમારા માટે દિવસ સારો રહેશે. કેટલીક એવી વાતો સામે આવશે જે તમને આવનારા દિવસોમાં મોટો ફાયદો કરાવશે. કોઈ કપરી સમસ્યાને ઉકેલવા માટે આજે સારો દિવસ છે. તમારી સમજદારીનો ઉપયોગ કરો. કાર્યક્ષેત્રમાં ઓળખીતા લોકો મદદગાર સાબિત થશે. નવી ડીલ તમારા માટે ફાયદાકારક રહેશે. દિવસ શુભ રહેશે. કોઈ બીમારી પણ ઠીક થશે. ભાગ્યના સાથથી અવટાયેલા નાણા પાછા મળી શકે છે.   

ધનુ- નોકરી, કરિયર અને પૈસા મામલે સારો દિવસ છે. નવી નોકરી કે પ્રમોશનની કોશિશમાં છો તો તમારી આ કોશિશ પૂરી થઈ શકે છે. તમારી ઉત્સુકતા ચરમસીમાએ રહેશે. આજે તમે નવા લોકોના સંપર્ક કરી શકો છો. કાર્યક્ષેત્રમાં અનેક લોકો તમારી સાથે સહમત થઈ શકે છે. અનેક  લોકો તમારી મદદ કરવા માટે તૈયાર રહેશે. 

મકર- મકર રાશિના લોકોને આજે ધનલાભ થઈ શકે છે. એવા કામથી ફાયદો થશે જે લાંબા સમય સુધી ચાલશે. અનેક પ્રકારના રોચક વિચારો અને યોજનાઓ બની શકે છે. તમે બુદ્ધિથી તમારા કામ પૂરા કરાવી શકો છો. આજે તમે પોતાને સાબિત કરી  બતાવશો. મિત્રો અને પરિવારનો સહયોગ મળવાના યોગ છે. કોઈ સારા સમાચાર પણ તમને મળી શકે છે. તમે ખુશ થઈ જશો. બેરોજગારો માટે સારો દિવસ છે. 

કુંભ- જૂના ટેન્શન ખતમ થઈ જશે. પોતાના પર ધ્યાન આપો. તમારી સક્રિયતાનું સ્તર વધી શકે છે. સમાજ અને પરિવાર બંને ક્ષેત્રોના કામકાજ પૂરા થઈ શકે છે. દિમાગમાં અનેક પ્રકારના વિચાર  પણ આવી શકે છે. આવક અને ખર્ચા પર ધ્યાન આપવું પડશે. સફળતા માટે ધૈર્ય જરૂરી છે. મિત્રોની મદદ મળતી રહેશે. 

મીન- કામકાજની સાથે તમારી જવાબદારીઓ વધી શકે છે. દિવસભર વ્યસ્ત રહેશો. બિઝનેસના કેટલાક કામ સમજદારીથી પૂરા થશે. મોટાભાગે સફળ રહેશો. ઓફિસમાં થોડી શાંતિ રહેશે. અચાનક કોઈ વિચાર મનમાં આવી શકે છે. પરેશાનીઓને પહોંચી વળવા માટે પ્લાનિંગ કરશો.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link