દૈનિક રાશિફળ 23 સપ્ટેમ્બર: આજે કાર્યક્ષેત્રે સોનેરી અવસર હાથમાં આવશે, પારિવારિક સુખની દૃષ્ટિએ દિવસ ઉત્તમ, વાંચો આજનું રાશિફળ

Mon, 23 Sep 2024-7:03 am,

ગણેશજી કહે છે, જો કોઇ રૂપિયા ફસાયેલા છે તો તેને પ્રાપ્ત કરવા માટે સમય અનુકૂળ છે. વાહન સાવધાની પૂર્વક ચલાવવું જરૂરી છે. પતિ-પત્ની તથા પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલાં મતભેદ દૂર થશે. ઘરના વડીલોનું માન-સન્માન અને સેવામાં ઘટાડો આવે નહીં તેનું ધ્યાન રાખવું. આર્થિક સ્તિથિ પણ મજબૂત થશે.

ગણેશજી કહે છે, આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ રહેશે. ઘરનું વાતાવરણ સુખદ અને સુખમય રહેશે. આ સમયે આર્થિક પક્ષ થોડો નબળો રહી શકે છે. જોખમી કાર્યો કરવાથી બચવું. કાર્યક્ષેત્રમાં કોઇ નવા કામની શરૂઆત માટે સમય યોગ્ય છે.

ગણેશજી કહે છે, થોડા સાવધાન રહો, નજીકના લોકો જ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે. કોઇ પણ નિર્ણય સમજી-વિચારીને લેવો. વધારે વ્યસ્તતાના કારણે ઘરમાં વધારે ધ્યાન આપી શકશો નહીં. કાર્યક્ષેત્રમાં તમામ વિધ્નો અને મુશ્કેલીઓ વચ્ચે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો.

ગણેશજી કહે છે, લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતા દૂર થશે. વધારે મહેનતના કારણે નસમાં દુખાવો થઈ શકે છે. કોઇ વિરોધી તમારા માટે નકારાત્મક પરિસ્થિતિઓ તો બનાવશે, પરંતુ તમે તેનાથી મુક્તિ મેળવવામાં સમર્થ પણ રહેશો. વ્યાવસાયિક સ્થિતિમાં સુધાર આવશે.

ગણેશજી કહે છે, ભાઇઓ સાથે ચાલી રહેલો મતભેદ દૂર કરવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે. ખર્ચ વધારે રહેશે પરંતુ ગભરાશો નહીં. આ ખર્ચ તમારા થોડા સારા માટે રહેશે. લગ્નજીવન મધુર જળવાયેલું રહેશે. વ્યવસાયિક કાર્યોમાં તમારી મહેનતનું યોગ્ય પરિણામ તમને પ્રાપ્ત થશે.

ગણેશજી કહે છે, ઘરનું વાતાવરણ સુખદ રહેશે. જમીનને લગતા મામલાઓ અંગે પોઝિટિવ ચર્ચા-વિચારણાં પણ થશે. આજે કાર્યક્ષેત્રમાં કોઇ સોનેરી અવસર હાથમાં આવશે. અચાનક આવેલી મુશ્કેલીથી કોઇ રસ્તો ઉકેલાશે નહીં. બાળકો ઉપર તમારો ગુસ્સો ઉતારશો નહીં.

ગણેશજી કહે છે, તમે તમારાં કાર્યોની વ્યસ્તતા તથા પારિવારિક જીવન વચ્ચે તાલમેલ સારો જાળવશો. વિદ્યાર્થી વર્ગને તેમના અભ્યાસમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પારિવારિક વ્યવસ્થા તથા તાલમેલ યોગ્ય જળવાયેલો રહેશે. પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં દરેક ગતિવિધિઓ તથા ક્રિયાઓ ઉપર નજર રાખો.

ગણેશજી કહે છે, મશીન, સ્ટાફ વગેરે સાથે જોડાયેલી નાની-મોટી પરેશાનીઓ વેપારમાં આવશે. પારિવારિક સુખ-શાંતિની દૃષ્ટિએ સમય ઉત્તમ રહેશે. ભાવુકતા તમારી સૌથી મોટી નબળાઇ છે. તેના ઉપર વિજય મેળવવો ખૂબ જ જરૂરી છે. સરકારી સમસ્યા જે છેલ્લાં થોડા સમયથી ચાલી રહી હતી આજે તેનો શાંતિપૂર્ણ ઉકેલ મળી શકે છે.

ગણેશજી કહે છે, પાડોસીઓ અને સંબંધીઓ સાથે સંબંધમાં કોઇપણ પ્રકારનો મનમુટાવ ન આવે તેનું ધ્યાન રાખો. કાયદાકીય મામલે તમને વિજય પ્રાપ્ત થશે. તમારી વ્યવસાયિક યોજનાઓને સિક્રેટ જ રાખો. સ્વાસ્થ્ય સારું રહેશે. પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

ગણેશજી કહે છે, વેપાર તથા કારોબારમાં તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. કાયદાકીય મામલે કોઇ નિષ્ણાતની સલાહ લો, તમને યોગ્ય સમાધાન મળશે. પારિવારિક અને વ્યવસાયિક જીવનમાં સારો તાલમેલ બેસાડી ન શકવાના કારણે પરિવારમાં તણાવ રહેશે.

ગણેશજી કહે છે, ધનને લગતી પરેશાની રહેશે, કોઇ નજીકના મિત્રની મદદથી સમસ્યાનો ઉકેલ પણ મળી જશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. વ્યવસાયને લગતા મામલે કોઇપણ નિર્ણય યોગ્ય સમજીવિચારીને જ લો. સમય મહેનત કરવાનો છે. સ્થિતિ અને પરિસ્થિતિ ધીમે-ધીમે તમારા પક્ષમાં આવી જશે.

ગણેશજી કહે છે, ખોટા વાદ-વિવાદ કે તર્ક-વિતર્કમાં પડશો નહીં. રાજકીય મામલાઓને લઇને સાવધાન રહેવું જરૂરી છે. મોબાઇલ, ઈમેલ દ્વારા કોઇ શુભ સમાચાર પણ પ્રાપ્ત થઇ શકે છે. આ સમયે શેર બજાર, રોકાણ વગેરે જેવી ગતિવિધિઓમાં રસ ન લો. પારિવારિક વ્યવસ્થામાં થોડી બેદરકારી રહેશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link