રાશિફળ 27 ઓગસ્ટ: ધન રાશિના જાતકોને મળી શકે છે પ્રમોશન, Love Lifeમાં પણ...

Tue, 27 Aug 2019-8:30 am,

બિઝનેસ અને નોકરીમાં પરિવારનો સહયોગ મળશે. કાર્યસ્થળ પર સમજી વિચારીને બોલો. ઉન્નતિનો માર્ગ ખુલશે. બિઝનેસમાં ફાયદો થવાનો યોગ બની રહ્યો છે. તમારા વિચાર સકારાત્મક રાખો. વિશ્વસનીય વ્યક્તિનો સહયોગ પણ મળી શકે છે. તમારો પાર્ટનર સંવેદનશીલ મૂડમાં રહેશે. તમારી ભાવનાઓનું સન્માન કરશે. તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપો.

નવા વિઝનેસની તરફ આકર્ષિત થશો. નોકરીમાં બદલાવનો યોગ છે. આવક વધી શકે છે. કોઇ જૂની યોજના યાદ આવી શકે છે અને તેના પર કામ કરવાનો પ્રયત્ન કરશો. વ્યવહાર કુશળતાથી તમારા અધિકારીઓથી સન્માન મળી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થઇ શકે છે. જૂના રોગો દૂર થશે. કંઇક નવું કરવાની ઇચ્છા પણ થશે.

બિઝનેસમાં નવી યોજનાઓ બની શકે છે. અટવાયેલા પૈસા મળવાનો યોગ બની રહ્યો છે. કોઇની પાસેથી પૈસા ઉધાર લેવા પડી શકે છે. તમારા પ્રયત્ન સફળ થશે. ઓફિસના કોઇ કામથી યાત્રાનો યોગ છે. જે તમારા માટે ઘણું ફાયદાકારક સાબિત થઇ શકે છે. જીવનસાથીનો સહયોગ મળી શકે છે. આજે તમારી ઘણી ઇચ્છાઓ પૂર્ણ થશે. અવિવાહિત લોકો માટે દિવસ સારો છે. લગ્નનો પ્રસ્તાવ પણ મળી શકે છે.

નોકરી અને બિઝનેસના નિર્ણય ભાવનાઓમાં આવીને ના લો. વિવાદોનો સામનો કરવો પડી શકે છે. કોઇ જુના વિવાદ સામે આવી શકે છે. પરિવારની સમસ્યા રહેશે. માનશિક મુશ્કેલીઓ વધી શકે છે. નજીકના સંબંધોમાં અચાનક ઉલટફેર થવાનો યોગ છે. તેનાથી તમને થોડી મુશ્કેલીઓ જરૂર થઇ શકે છે. વાહનનો ઉપયોગ સાવધાની પૂર્વક કરો.

દેવામાંથી છૂટકારો મળી શકે છે. તમારા કામ પર સંપૂર્ણ નજર રાખો. અધિકારીઓનો સહયોગ મળશે. આજે તમારા માટે યોજના બનાવવી મહેનત કરવા કરતા પણ વધારે ફાયદા કારક સાબિત થશે. આજે પરિવાર, જમીન-મિલકત મામલે, મિત્રો અને સંબંધીઓ ઘણા ખાસ હોઇ શકે છે. તમારા વ્યવહાર્થી પાર્ટનર ખુશ રહેશે. કંઇક નવું અને સકારાત્મક કામ કરશો.

બિઝનેસ સારો ચાલશે. તમારું કોઇ ખાસ કામ પૂર્ણ થઇ શકે છે. તમારું સ્વાસ્થ્ય સારુ રહેશે. ભૌતિક સુખ સુવિધાઓથી તમારી ખૂશીમાં વધારો થશે. વ્યક્તિગત સમસ્યાઓ દૂર થશે. જમીન-મિલકત ખરિવામાં તમારું ધ્યાન રહેશે. રોકાણની યોજના બની શકે છે. અચાનક મળનાર વ્યક્તિ તમને ફાયદો કરાવી શકે છે. તમને આરામ મળી શકે છે.

નોકરીમાં બઢતી થવાની સંભાવનાઓ બની રહી છે. તમારું બિઝનેસમાં સંપૂર્ણ ધ્યાન રહેશે. કામકાજને લગતી મુશ્કેલીઓ દૂર થશે. નકામી ભાગ-દોડ દૂર થઇ શકે છે. તમારા માટે દિવસ સારો રહેશે. ઘર અને ઓફિસ, બંને જગ્યાનું વાતાવરણ તમારા માટે ખૂશી ભર્યુ રહેશે. લવ લાઇફ અને દાંપત્ય જીવન માટે સમય સારો છે. થાક અને તણાવની ફરિયાદ થઇ શકે છે.

આર્થિક મામલે સુધારા થઇ શકે છે. નવા કોન્ટેક્ટથી ફાયદો થઇ શકે છે. તમારા કામકાજની પ્રસંશા પણ થશે. અચાનક ક્યાંકથી ધન લાભ થઇ શકે છે. નોકરીમાં મનગમતા સ્થળ પર બઢતી થવાની સંભાવના બની રહી છે. દાંપત્ય જીવન તમારા માટે સુખદ રહેશે. લવ લાઇફ માટે દિવસ સારો રહેશે. વધારે ભોજન કરવાથી મુશ્કેલી થઇ શકે છે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહો.

બેરોજગાર લોકો માટે દિવસ સારો બની શકે છે. કરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે. તમારા કોન્ફિડેન્સના કારણે જોખમ ભર્યા કામ મળી શકે છે. પૈસા અને બિઝનેસના મામલે ધ્યાન આપો. પારિવારિક સંબંધોમાં સુધારાનો યોગ બની રહ્યો છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.

ઓફિસમાં કામકાજ વધારે રહેશે. કેટલાક લોકો તમારી પાસે પોતાનું કામ કઢાવવાનો પ્રયત્ન કરશે. સાવધાન રહો. વધુ વિચારવાના કારણે કામ પર ધ્યાન આપવું મુશ્કેલ બનશે. વધારે ના વિચારો. તમારા દિલની વાત પાર્ટનરને કહી દો. શારીરિક રીતે નહીં પરંતુ સામાન્ય મુશ્કેલીઓ જરૂર રહેશે.

બિઝનેસમાં આત્મનિર્ભરતા રહેશે. નવા લોકોથી કોન્ટેક્ટ બનશે. કામકાજ વધશે સાથે લોકોનો સહયોગ પણ મળી શકે છે. નવા લોકોથી પણ સારા સંબંધ બનશે. બેરોજગાર લોકોને રોજગાર મળશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો લાવામાં સફળ રહેશો. તમારા વિચારેલા કામ સમય પર પૂર્ણ થઇ શકે છે. જૂની સમસ્યાનું સમાધાન મળી શકે છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.

આજે તમારી વાણી પર સંયમ રાખો. અનિયમિત દિનચર્ચાના કારણે આળસ અને થાક લાગી શકે છે. કેટલાક નાના કામમાં મુશ્કેલીઓ રહેશે. આવક અનુસાર ખર્ચા કરો તો સારૂ રહેશે. તમારા આત્મવિશ્વાસને નિયંત્રણમાં રાખો. જોશમાં આવી નવું રોકાણ ના કરો. કામકાજમાં મુશ્કેલીઓ વધી શકે છે. તમારૂ સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link