રાશિફળ 31 ડિસેમ્બર 2020: વર્ષના છેલ્લા દિવસે આ રાશિના જાતકોના નસીબ આડેથી પાંદડું હટશે, ભાગ્ય ચમકશે
મેષ. બિઝનેસમાં કઈ નવું કરવાના ચક્કરમાં પરેશાની વધી શકે છે. આજે તમે નોકરી અને બિઝનેસમાં ઉતાવળ ન કરો. જોખમ લેવાથી બચો. કોઈ વાતને લઈને પ્રોફેશનલ લાઈફમાં તમારું ટેન્શન વધી શકે છે. કરાયેલા કામોમાં કોઈ પરિણામ ન મળે તો પરેશાન ન થાઓ.
વૃષભ. ઓફિસમાં પોતાને નિયંત્રણમાં રાખો. પદ લાભના યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રે પરેશાનીઓ ખતમ થઈ શકે છે. આગળના કામોની યોજના બનાવવી તમારા માટે આજે સરળ રહેશે. અટવાયેલા કામો પૂરા કરવા માટે સારો દિવસ છે. તમારી યોગ્યતા અને અનુભવથી કામ કરવાનું રહેશે.
મિથુન. બિઝનેસમાં કઈક નવું કરવાની યોજનાઓ પર કામ થઈ શકે છે. પાર્ટનરનો સહયોગ અને સુખ મળશે. લવ લાઈફ માટે દિવસ સારો રહેશે. આજે વિચારેલા કામો પૂરા થશે. તમારી મુલાકાત મહત્વપૂર્ણ લોકો સાથે થઈ શકે છે. ધૈર્ય રાખો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. મન પણ પ્રસન્ન રહેશે.
કર્ક. નોકરીમાં પરેશાની થઈ શકે છે. રૂટિન કામમાં જોખમ થઈ શકે છે. જીદ કરશો તો વિવાદ થવાની શક્યતા છે. કામકાજમાં અડચણો આવવાથી મૂડ ખરાબ થઈ શકે છે. ભાગદોડ રહેશે. કેટલાક મામલે લોકોની મદદ નહીં મળી શકે. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવશે.
સિંહ. પરિવારમાં સુખશાંતિ વધશે. કાર્યક્ષેત્રમાં નવા કરારો અને સંધિ થવાની શક્યતા છે. સામાજિક કામોમાં સન્માન મળશે. કોઈ સારા મિત્ર સાથે મુલાકાતના યોગ છે. ઓફિસમાં કોઈ ગુપ્ત રીતે તમારી મદદ કરી શકે છે. રોમાન્સ માટે સારી તક. પાર્ટનર તમને આર્થિક મદદ કરી શકે છે.
કન્યા. કારોબાર વધશે. નિચલા સ્તરના કર્મચારીઓનો સહયોગ મળશે. ખાસ લોકો સાથે મુલાકાત થઈ શકે છે. રૂટિન કામમાંથી થોડા સમય માટે છૂટકારો મળી શકે છે. મોટાભાગની પરેશાનીઓ ખતમ થવાના યોગ છે. જે કામ તમે અધૂરા સમજી રહ્યાં હતાં તે પૂરા થશે. મોટા લોકોનો સહયોગ મળી શકે છે. ફાયદો પણ થશે.
તુલા. નોકરી અને બિઝનેસમાં લાભની શક્યતા છે. દિવસ સારો રહેશે. વિશેષ લાભ તથા ઉન્નતિ માટે આજે વધુ કોશિશ કરવી પડશે. સફળ પણ થશો. કરેલા કામો ભાગ્યના સાથથી પૂરા થશે. ફાયદાની ચિંતા જરૂર કરો. બીજાને નારાજ કર્યા વગર ચતુરાઈથી કામ લો. લવ પાર્ટનર પર વધુ ખર્ચ થશે. લવર કે જીવનસાથી પર ગુસ્સો ન કરો.
વૃશ્ચિક. નોકરી અને બિઝનેસમાં અચાનક નિર્ણયો લેવા પડશે. જેનાથી લાભ થશે. જો કે કન્ફ્યૂઝનની સ્થિતિ રહેશે. આજે કારણ વગર ખર્ચા થવાના યોગ છે. કાર્યક્ષેત્રે પરેશાની અને અસુવિધા થઈ શકે છે. કોઈ પરેશાનીવાળી સ્થિતિ હોય તો તમે તેને સાવધાનીથી પાર પાડો.
ધનુ. મિત્રો અને ભાઈઓનો સહયોગ મળશે. નવા કામ શરૂ થશે અને વિચારેલા કામો પૂરા થશે. સંપત્તિના કામકાજ પર ધ્યાન આપો. આજે તમારું પરાક્રમ વધી શકે છે. તમારો દિવસ, પરિવાર ખાનગી જીવન અને પૈસા મામલે પસાર થશે. તમારી જવાબદારીઓ પર પૂરેપૂરું ધ્યાન આપો. પાર્ટનર માટે સમય કાઢો.
મકર. આજે તમારા મનમાં ઉથલપાથલ રહેશે. જૂની વાતોમાં તમે ગૂંચવાયેલા રહેશો. કોઈ સમસ્યાનું સમાધાન હાથોહાથ નહીં થાય. કઈક ખાસ કામ આજે અધૂરા રહેશે. કામમાં તમારું મન નહીં લાગે. બિઝનેસમાં નવા કરાર હાલ ન કરો તો સારું. સ્વાસ્થ્યના મામલે દિવસ ઠીક રહેશે.
કુંભ. આર્થિક તંગી દૂર થશે. આવક અને ખર્ચ બરાબર રહેશે. ઓફિસમાં ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં પૂરી તાકાતથી કામ પતાવશો. અચાનક ધનલાભ થઈ શકે છે. કોશિશોથી સમસ્યા દૂર થશે. કોઈ ખાસ પરિણામની રાહ જોતા હશો તો ખુશ થશો.
મીન. બિઝનેસ ન વધારો તો સારું. જેમ ચાલે તેમ ચાલવા દો. મોંઘી ચીજોની ખરીદી થઈ શકે છે. કોઈ નવો કે મોટો નિર્ણય ન લો તો સારું. સાવધાની રાખો. પૈસા ખર્ચ કરવામાં ખુબ ચતુરાઈથી કામ લેશો. લવલાઈફ માટે સારો દિવસ છે.