રાશિફળ 5 ડિસેમ્બર : મિથુન રાશિમાં થશે ધનલાભ, પણ 3 રાશિવાળા રહેજો સાવધાન

Sat, 05 Dec 2020-8:06 am,

ગ્રહોની સ્થિતિ ખાસ છે. તમે સક્રિય રહેશો. ઓફિસમાં નવી જવાબદારી મળી શકે છે. અટવાયેલા કામો પૂરા થશે. લવ પાર્ટનરની મદદથી ધનલાભના યોગ છે. લોકો સાથે મુલાકાતના યોગ છે. તાજગી અને સ્ફૂર્તિ મહેસૂસ થશે. 

ઓફિસમાં કેટલાક લોકોને તમે ઈમ્પ્રેસ કરી શકો છો. જોબ બદલવાનું કે આવક વધારવાનું વિચારશો. ભાગ્યનો સાથ મળી શકે છે. નવી શરૂઆત કરવામાં સફળ થશો. અટવાયેલા નાણા મળવાના યોગ છે. અચાનક ફાયદો થશે. નવી ડીલ થશે.

અધિકારીઓનો સહયોગ ઓછો મળશે અને બિઝનેસમાં સાવધાન રહેવું પડશે. જે કામ હાથમાં લેશો તેમાં સફળતા મળશે. કોઈ અનુભવીની સલાહ લેજો. ઉતાવળ ન કરતા, એકલાપણાથી બચો, આજે મળનારા પૈસા આવનારા સમય માટે બચાવી રાખો.

આજે બિઝનેસ કે નોકરીના મામલામાં નિર્ણય લઈ શકો છો. નાણાકીય સ્થિતિમાં સુધાર થશે. આવક વધારવા અને ખર્ચામાં કાપ પર વિચાર કરશો. મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થશે. નોકરીમાં ફેરફાર  કે પદોન્નતિના યોગ છે.

અટવાયેલા કામ પૂરા થશે. નોકરી કે બિઝનેસમાં સમય પર મદદ ન મળવાથી પરેશાની થશે. કેટલાક લોકો કામનો વિરોધ કરશે. આવનારા દિવસોમાં કઈંક મોટું કામ કરવાની યોજના બનાવશો. જીવનસાથીની મદદ અને સમર્થન મળશે. 

બિઝનેસમાં ફાયદાના યોગ છે. અટવાયેલા કામો પૂરા થશે. જૂની મુશ્કેલીઓનો ઉકેલ આવશે. દુશ્મનો પર ફતેહ મેળવશો. જવાબદારીઓ પૂરી કરશો. વ્યાપારમાં સમજી વિચારીને નિર્ણય લેજો. કોઈ મોટો ફાયદો થવાના યોગ છે. 

નોકરીયાતોને કામમાં અડચણો આવશે. બિઝનેસ કરનારા લોકો સાવધાન રહે, કાનૂની મામલામાં અટવાઈ શકો છો. ફાલતુ કામમાં સમય વેડફાશે. અવિવાહિતો માટે સારો સમય છે. કામકાજ માટે બહારગામ જવું પડી શકે છે. 

જૂની મુશ્કેલીઓ ખતમ થવાના યોગ છે. અટવાયેલા કામો પૂરા કરવાની કોશિશ કરો. બિઝનેસ કે નોકરીમાં નવા આઈડિયા મળી શકે છે. એનર્જી વધશે. કોઈના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. અણબન થઈ શકે છે. વાણી પર સંયમ રાખો.

કામમાં અડચણો આવી શકે છે. મહેનત વધુ પડશે. જોબ સ્વિચ કરી શકો છો. સમજી વિચારીને નિર્ણય લો. કોઈ કામમાં ઉતાવળથી નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો. આજે તમે નવું વ્હીકલ કે મોબાઈલ ખરીદવાનું મન બનાવી શકો છો. 

બિઝનેસમાં ફાયદો થઈ શકે છે. નોકરીયાતોની પદોન્નતિ થઈ શકે. જીવનસાથીની મદદના યોગ છે. કામકાજની રીતમાં ફેરફારથી તમને ફાયદો થશે. ટેન્શન ઓછુ થશે. આગળ વધવાની તક મળી શકે છે. આવક વધશે.

કેરિયર માટે સારો દિવસ છે.  ઓફિસમાં સાથે રહેનારાની મદદ મળશે. સારા અને મોટા ફેરફારની સંભાવના છે. અનુભવીઓની સલાહ મળશે. ધનલાભના યોગ છે. પ્રોપર્ટી મામલે સારો દિવસ છે. મહત્વપૂર્ણ લોકોની મુલાકાતના યોગ છે. 

અચાનક ફાયદાના યોગ છે. પાર્ટનર મદદ કરશે તો ધનલાભ થઈ શકે છે. જૂના દેવાની પતાવટ થઈ શકે છે. ફાલતુ ખર્ચા પર કંટ્રોલ થઈ શકે છે. આવકના નવા રસ્તા મળશે. નવી જવાબદારીઓ પણ મળી શકે છે. વાત કરવામાં સાવધાની રાખો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link