રાશિફળ 9 મેઃ આ 4 રાશિ ધરાવતા લોકોએ આજે બિઝનેસમાં ખૂબ જ સાવચેતી રાખવી
સરકારી કર્મચારીઓ માટે આજનો દિવસ શુભ છે. અધિકારીઓ તરફથી સહયોગ મળશે. નસીબનો પણ સાથ રહેશે. નોકરી અને બિઝનેસ સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે દિવસ સારો છે. થોડો પ્રયાસ કરશો તો તમારા અટકી ગયેલા નાણા પાછા મળી શકે છે. તમે અચાનક આવનારી મુસિબતોનો સામનો કરી લેશો. કામકાજમાં ઉતાવળ કરવાથી બચવું. અનેક વસ્તુઓ અંગે તમારા મનમાં ચિંતા અને અનિશ્ચિતતાનો ભાવ રહેશે.
ભાગીદારીના બિઝનેસમાં ફાયદો થઈ શકે છે. મિથન રાશિના વિદ્યાર્થીઓને મહેનતનું સારું પરિણામ મળી શકે છે. જૂના રોકાણથી પણ ફાયદો થવાના યોગ બની રહ્યા છે. પરિવારના લોકો સાથે સંબંધોમાં સુધારો થઈ શકે છે. જરૂરી કામ પૂરા થઈ જશે. તમે કંઈક નવું કામ શરૂ કરવાનું પણ મન બનાવી શકો છો. કોઈ પણ વાતને વધુ લાંબી ખેંચવી નહીં.
બિઝનેસ માટે સમય સારો છે. રોકાણ ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર મળી શકે છે. જીવનસાથે સાથે ક્યાંક ફરવા જવાનું મન થઈ શકે છે. લવ લાઈફ માટે પણ આજનો દિવસ સારો રહેશે. તમારું આરોગ્ય સામાન્ય રહેશે. થોડો-ઘણો માથાનો દુખાવો થઈ શકે છે. મતભેદનો પણ સામનો કરવો પડી શકે છે. શાંત અને સહનશીલ રહો તો ફાયદો પણ થશે.
એક સાથે અનેક કામ હાથમાં ન લેવા. તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. કામકાજમાં મન નહીં લાગે કે પછી અડચણ આવી શકે છે. લેતી-દેતીમાં સાવધાન રહો. આ રાશિના કેટલાક લોકો પોતાની મહેનત અને પરિણામથી સંતુષ્ટ થઈ શકે છે. અનેક લોકો તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરી શકે છે. શરીરનો દુખાવો કે માથાનો દુખાવો હેરાન કરી શકે છે.
બિઝનેસ કરતા લોકો માટે ફાયદાનો સમય છે. રોકાણમાં પણ ફાયદો થઈ શકે છે. અપરિણીત લોકોને વૈવાહિક પ્રસ્તાવ મળી શકે છે. દિવસ પણ સારો રહેશે. વિદ્યાર્થીઓ માટે મહેનતનો સમય છે. કારકિર્દીમાં આગળ વધવાની તક મળી શકે છે. તમને કોઈ મોટી જવાબદારી મળવાના પણ યોગ છે. કર્ચ પર નિયંત્રણ રાખો. તમારી મહેનતના ફળથી સંતુષ્ઠ થઈ શકશો નહીં. જરૂરી ચેકઅપ કરાવતા રહો.
આજે તમારે જોખમવાળા સોદા કરવાથી બચવું. ઉધાર આપેલા નાણા મુશ્કેલીથી પાછા આવી શકે છે. આજે વિવાદ થવાની પણ સંભાવના છે. જૂના વાતો મુશ્કેલીઓ વધારી શકે છે અને વધી શકે છે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું સારું ફળ મળશે. તમે કંઈ પણ બોલતાં પહેલાં એક વખત જરૂર વિચારી લો. તમારા બોલવાથી પણ વિવાદ થઈ શકે છે. કામ વધુ હોવને કારણે થાકનો અનુભવ થઈ શકે છે. ઉતાવળમાં કોઈ કામ કરવાથી બચવું. જૂના રોગથી છુટકારો મળી શકે છે.
આર્થિક દૃષ્ટિએ દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. પતિ-પત્ની વચ્ચે ગેરસમજ દૂર થઈ શકે છે. દાંપત્ય જીવન તમારા માટે સુખમય રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય થોડો નકારાત્મક થઈ શકે છે. આજે કોઈ પણ કામ પુરું કરવામાં તમને સહયોગ મળી શકે છે. આજે કોઈ પણ કામ પુરો કરવામાં તમને મદદ મળી શકે છે. તમારી જરૂરિયાતો પણ પુરી થઈ શકે છે. નાણા સાથે જોડાયેલી કેટલીક બાબતો ગુંચવણભરી સાબિત થઈ શકે છે. પિતાની તબિયત અંગે ચિંતા રહેશે.
કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ વધી શકે છે. બિઝનેસના કેટલાક જરૂરી કામ અધુરા રહી શકે છે. અધિકારીઓ તરફથી સહયોગ ન મળે. તમારી સાથે કોઈ કાયદાકીય કેસ ચાલી રહ્યો હોય તો કોઈ પણ પગલું ભરતાં પહેલાં વિચારી લેવું. બીજા સાથેના સંબંધો તણાવપૂર્ણ થઈ શકે છે. ઓફિસ અને બિઝનેસમાં પડકારો મળી શકે છે.
નોકરી કરતા લોકો માટે સમય અનુકૂળ છે. પદોન્નતિના યોગ છે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. ઓફિસમાં કોઈ નવું કામ આવી શકે છે અને તમે તેમાં સફળ થઈ શકો છો. કોઈ પણ પ્રકારની બગડી ગયેલી પરિસ્થિતિ સુધારવામાં તમે સફળ થઈ શકો છો. કોઈ નજીકની વ્યક્તિ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. લવ લાઈફ માટે પણ દિવસ સારો રહી શકે છે.
આવકમાં વધારો થવાના યોગ બની રહ્યા છે. કામકાજના સ્થળે સહયોગ મળી શકે છે. ભાગીદાર સાથે સમય પસાર કરશો. ક્યાંક ફરવા પણ જઈ શકો છો. નોકરી કરતા લોકોને નસીબનો સાથ મળશે અને નવું કામ મળી શકે છે. અનેક બાબતોમાં તમને નસીબનો સાથ મળી શકે છે. વ્યવસાયમાં ફસાઈ ગયેલા નાણા પાછા મળવાનો યોગ છે. પેટ સંબંધિત બિમારીઓ થઈ શકે છે.
વ્યવસાયમાં વિવાદની સ્થિતિ બની શકે છે. તમારી મહેનત વધી શકે છે. આજે તમે નાની-નાની બાબતો માટે પરેશાન થઈ શકો છો. આજે કેટલાક કામમાં થોડું મોડું પણ થઈ શકે છે. નાણાની બાબતે કોઈ મોટો નિર્ણય જાતે ન લેવો. કોઈ અનુભવી પાસેથી સલાહ લઈ લેશો તો વધુ સારું રહેશે. તમારી વાત સારી રીતે રજૂ કરી શકો નહીં. આરોગ્યની બાબતે કુંભ રાશિના લોકો માટે દિવસ થોડો સારો રહેશે.
રોકાણ કરતા સમયે સાવચેતી રાખો. ધન હાનિની સંભાવના છે. મીન રાશિના વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે. કોઈ વાત પર જીવનસાથી સાથે અણબનાવ બની શકે છે. ફાલતુ ખર્ચા કરવાથી બચવું. લાંબા-લાંબી વાતો ન કરવી. તમારે વધારે પડતી ભાગદોડ કરવી પડી શકે છે. કોઈ નજીકની વ્યક્તિ તમારો ગેરલાભ પણ લઈ શકે છે. તબિયત થોડી ખરાબ થઈ શકે છે. એલર્જી કે સાંધાનો દુખાવો પણ થઈ શકે છે.