મોટો દાવો: કોરોનાકાળમાં રોજ આ એક કામ કરો....પછી જુઓ શું ફાયદો થાય છે

Sun, 25 Apr 2021-12:33 pm,

સ્કોટલેન્ડના ગ્લાસગો કેલેડોનિયન યુનિવર્સિટીમાં થયેલા એક સ્ટડી મુજબ રોજ કસરત કરવાથી તમે કોરોનાના જોખમને 31 ટકા સુધી ઓછું કરી શકો છે. 

દુનિયાનો પહેલો એવો મોટો સ્ટડી છે જે વર્કઆઉટ અને કોરોના વાયરસ ઈમ્યુનિટીને જોડીને કરાયો છે. તે મુજબ ડેઈલી વર્કઆઉટ આપણા શરીરને ફીટ રાખે છે જેનાથી ઈમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે અને કોરોના જેવા ઘાતક વાયરસ સામે લડવું સરળ બને છે. 

રિસર્ચર્સે દાવો કર્યો છે કે એક દિવસમાં 30 મિનિટ, સપ્તાહમાં 5 દિવસ કે 150 મિનિટ સુધી કસરત કરવાથી શ્વાસમાં સમસ્યા થતી નથી. જેમાં વોકિંગ, રનિંગ, સાઈકલિંગ, અને માંસપેશીઓને મજબૂત કરનારી કસરતો કરવાની સલાહ આપવામાં આવી છે. 

સ્ટડી મુજબ રોજ કસરત કરવાનારા વ્યક્તિને જો કોરોના રસી આપવામાં આવે તો તે 40 ટકા સુધી વધુ અસરકારક બને છે. જો આમ થાય તો બીમારીનું જોખમ 31 ટકા અને મોતનું જોખમ 37 ટકા સુધી ઓછું થઈ શકે છે. 

ગ્લાસગો કેલેડોનિયન યુનિવર્સિટીના પ્રોફેસર સેબસ્ટિયન ચેસ્ટિને કહ્યું કે 'અમારો રિસર્ચ દર્શાવે છે કે રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી સંક્રામક બીમારીથી બચાવે છે. આ જ કારણ છે કે અમે લોકોને રસી લગાવતા પહેલા 12 અઠવાડિયાનો ફિઝિકલ એક્ટિવિટી પ્રોગ્રામ કરવાની સલાહ આપીએ છીએ.' 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link