Pics : આમિર ખાનથી ચાર ચાસણી ચઢે તેવા છે વડોદરાના આ પિતા, દીકરીને ફૂટપાથ પર શીખવાડે છે કુશ્તી

Tue, 26 Nov 2019-3:23 pm,

વિદ્યાના પિતા લારી પર ભજીયા સમોસા બનાવી રોજગારી મેળવે છે. તેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે. પરિવાર મુજમહુડા પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાં એક નાનકડા મકાનમાં વર્ષોથી રહે છે. ગરીબીને કારણે વિદ્યા કુશ્તી રમવા એકેડમીમાં જઈ નથી શકતી. વિદ્યા ધોરણ-11 માં અભ્યાસ કરવાની સાથે કુશ્તી પણ રમે છે. વિદ્યાના પિતા તેને ઘરની બહાર ફૂટપાથ પર જ કુશ્તીની પ્રેક્ટિસ કરાવે છે. દંગલ ફિલ્મથી પ્રેરણા લઈ વિદ્યાએ કુશ્તી રમવાનુ શરૂકર્યું. માત્ર એક વર્ષમાં જ વિદ્યા સ્ટેટ અને નેશનલ લેવલ પર કુશ્તી રમી 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે. આ ઉપરાંત ખેલ મહાકુંભમાં પણ વિદ્યાએ મેડલ જીત્યા છે. વિદ્યાને હવે ભારત દેશ માટે કુશ્તી રમવી છે. ગીતા અને બબીતા ફોગટની જેમ તેને પણ દેશને ગોલ્ડ અપાવવો છે, પણ તેને સરકારના મદદની જરૂર છે. 

વિદ્યાના પિતા રણવીરસિંહ ઠાકુર કહે છે કે, તેઓ મથુરામાં કુશ્તી રમતા હતા. મારા પિતા અને દાદા પણ કુશ્તી રમતા હતા. એટલે ભજીયા બનાવવાની સાથે હું મારી દીકરીને કુશ્તી પણ શીખવાડું છું. શરૂઆતમાં વિદ્યાને અખાડામાં કુશ્તી શીખવાડવા મૂકી હતી, પરંતુ આવવા જવાનું ભાડું વધુ થતું હોવાથી અખાડામાં જવાનું બંધ કરાવી દીધું. અને હાલમાં હું તેને ઘરે જ કુશ્તી શીખવાડું છે. તો બીજી તરફ, વિદ્યાની માતા જશોદા ઠાકુર પણ લોકો અને સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે અને તેમની દીકરીને જો મદદ મળશે તો ચોક્કસથી દેશ માટે કુશ્તીમાં ગોલ્ડ લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. 

વિદ્યાને એક હોટલના માલિકે રમવા માટે આર્થિક સહય કરી છે. તેઓ લોકોને પણ આ દંગલ ગર્લની મદદ કરવા અપીલ કરી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે, વિદ્યા ના પિતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના બેટી બચાવો, બેટી પઢાઓ અને બેટી રમાવો ના સૂત્ર થી પ્રેરણા લઈ પોતાની દીકરી ને કુશ્તી રમાવવા માટે તૈયાર થયા હતા પરંતુ આજે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી અને કોઈ સરકારી મદદ ન મળવાથી વિદ્યા ને કુશ્તી માં આગળ નથી વધારી શકતા...ત્યારે જો વિદ્યા ને મદદ મળે તો ચોક્કસ થી વડોદરા ની દંગલ ગર્લ વિશ્વમાં ભારત નો ડંકો વગાડી શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link