બૉલિવુડની માત્ર 3 ફિલ્મ... કમાણી 3359 કરોડ, બજેટ સાવ ઓછું, એકનો રેકૉર્ડ આજે પણ નથી તૂટ્યો
વર્ષ 2019માં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મ સત્ય ઘટના આધારિત એક કાલ્પનિક ફિલ્મ હતી... વિકિપીડિયાના આંકડા અનુસાર જોઇએ તો મેકર્સે આ ફિલ્મ બનાવવા માટે 25 કરોડનો ખર્ચ કર્યો હતો અને બોક્સ ઓફિસ પર કુલ 359.73 કરોડની કમાણી કરીને સફળતા મેળવી હતી...
વર્ષ 2017માં આવેલી સિક્રેટ સુપરસ્ટાર ફિલ્મ મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ છે... મેકર્સે આ ફિલ્મ માટે લગભગ 15 કરોડનો ખર્ચ કર્યો હતો પરંતુ બોક્સ ઓફિસ પર તેનું કલેક્શન 976 કરોડ રૂપિયાની આસપાસ હતી... આ ફિલ્મ વર્ષ 2017ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી...
આમીર ખાનની દંગલ ફિલ્મ એક સ્પોર્ટ ડ્રામા ફિલ્મ હતી... આ ફિલ્મમાં આમીર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા નિભાવી હતી... એવું કહેવાય છે કે, આ ફિલ્મ બનાવવા માટે 70 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો... પરંતુ વર્લ્ડ વાઇઝ આ ફિલ્મે 2 હજાર 24 કરોડની કમાણી કરી હતી... આજે પણ આ ફિલ્મ ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે અને આજ સુધી આ રેકૉર્ડ કોઇ તોડી પણ નથી શક્યું...