વડોદરામાં આભ ફાટ્યું! વિશ્વામિત્રી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા શહેરમાં તબાહી મચી, જુઓ તસવીરો
આજવા સરોવરનું પાણી ફરી વળતા અનેક ગામોને અસર થઈ છે. ગામનું તળાવ ઉભરાતા ગામમાં પાણી છે. 1000 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વકરીને મોટું નુકસાન થયું છે. મામલતદાર સહિતના અધિકારીઓએ ઘટના સ્થળનું નિરીક્ષણ થયું. અડધી રાત્રે એકાએક પાણી આવતા ગ્રામજનો અટવાયા છે.
ભારે વરસાદને પગલે વડોદરામાં મેઘતાંડવ જોવા મળ્યું છે. વડોદરામાં મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યુ છે. જેથી વડોદરાના અનેક રાજમાર્ગો પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યાં છે. સમા ઊર્મિ બ્રિજથી અમિતનગર સર્કલ સુધી વિશ્વામિત્રી નદીના પાણી આવી ગયા છે. મંગલપાંડે રોડ, સમા ગામ, સયાજીગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. વડસર, કારેલીબાગ, મુજમહોડા, ફતેગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. તંત્રએ આર્મી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખી છે. મ્યુનિસિપલ કમિશનર, મેયર, ચેરમેન, સાંસદ, વિધાનસભા દંડક, ધારાસભ્યો આખી રાત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં બેસી સ્થિતિનો તાગ મેળવી રહ્યાં છે. વિશ્વામિત્રી નદીની સપાટી કાલાઘોડા બ્રિજ પર 32 ફૂટ પર પહોચી છે. સમા હરણી બ્રિજ પર 40.83 ફૂટ, અકોટા બ્રિજ પર 36 ફૂટ, મંગલ પાંડે બ્રિજ પર 35 ફૂટ પર પહોંચી છે.
શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. લોકોના ઘરો, રેલવે સ્ટેશન, એસટી ડેપો, કડકબજાર માર્કેટમાં પાણી ભરાયા છે. આજવા રોડ મિહિર પાર્ક સોસાયટીમાં પાણી ઘૂસ્યા છે. લોકોના ઘરમાં અઢી ફૂટ જેટલું પાણી ભરાયું છે. લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.
ભારે વરસાદને પગલે વડોદરામાં ભારે વરસાદના કારણે આવતીકાલે 27 ઓગસ્ટ, 2027 ના રોજ સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરાઈ છે. જિલ્લા શિક્ષણાધિકારી આર આર વ્યાસે આ જાહેરાત કરી છે. સ્કૂલ સંચાલકોને પરિપત્ર મોકલી સ્કૂલમાં રજા આપવા સૂચના અપાઈ છે. આવતીકાલે પણ વડોદરામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
અમદાવાદ, ભાવનગર, આણંદ અને વડોદરામા સિસ્ટમ સક્રિય થઈ છે. આજે અને આવતીકાલે બે દિવસ મેઘતાંડવની આગાહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી કે, અમુક વિસ્તારમા 15 ઇંચથી વધારે વરસાદ વરસાની આગાહી છે. આગામી 36 કલાક ગુજરાત માટે ભારે વરસાદનો ખતરો છે. ડિપ્રેશન વધુ સ્ટ્રોંગ બન્યુ જેની અસરથી આવનારા 36 કલાકમા આટલા જિલ્લાઓમાં મેઘ તાંડવ થશે. ભારેથી અતિભારે વરસાદ પડશે. તેથી સાવધાન રહેજો.
વિશ્વામિત્રી નદીની સપાટી 32 ફૂટ પર પહોંચી છે. વડોદરામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. વડોદરા ટ્રાફિક એસીપી, એમ એસ યુનિ તેમજ ફતેગંજ નરહરિ હોસ્પિટલમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યાં છે. મ્યુનિસિપલ કમિશનરના બંગલામાં પાણી ફરી વળ્યાં છે. વુડા સર્કલ પાસે વિશ્વામિત્રી બ્રિજ પર પાણી ફરી વળ્યાં છે. વિશ્વામિત્રી નદીના પાણી સયાજી હોસ્પિટલમાં ફરી વળ્યાં છે.
આજવા સરોવરમા પાણી છોડાતા આસપાસના ગામમા પાણી ઘૂસ્યા છે. આસોજ ગામમા પાણી ઘુસતા એક હજાર લોકોનુ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. વડોદરા તાલુકાના આસોજ ગામમાં આજવા સરોવરના પાણીની અસર થતાં આસોજ ગામના તળાવનું પાણી લોકોના ઘરોમાં પાણી ચૂક્યા છે. આખા આસોજ ગામમાં પાણી જોવા મળી રહ્યું છે. આસોજ પ્રાથમિક શાળામાં પણ પાણી ઘૂસી ચુક્યા છે અને આસોજ પ્રાથમિક શાળામાં પણ ઘણું નુકસાન થયું છે. આસોજ ગામમાં વિકટ પરિસ્થિતિ છે. લોકોનું કહેવું છે કે સરપંચ કે તલાટી જોવા પણ નથી આવ્યા. લોકો પોતે પોતાના જીવ બચાવવા માટે જે કે હાથમાં આવ્યું તે લઈ અને સુરક્ષિત જગ્યા પર પહોંચ્યા છે. આસોજ ગામની પરિસ્થિતિ વધુ વકરી રહી કેવું લાગી રહ્યું છે.
રાજ્યમાં વર્તમાન વરસાદની સ્થિતિ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે કહ્યુ કે, 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આવી સ્થિતિ યથાવત રહેશે. 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમા 28 ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે. મધ્ય ગુજરાતમાં 6 થી 8 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 2 થી 6 ઈંચ વરસાદ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં 2 થી 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. ફરી 30 થી 31 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. સપ્ટેમબર મહિનામાં પણ સારો વરસાદ રહેવાની આગાહી છે. 2 થી 10 સપ્ટેમ્બર ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. 12 થી 15 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની વરસાદને મોટી આગાહી કરી છે. તેમણે ગુજરાતમાં હજુ પણ વધારે ભયંકર વરસાદ આવશે તેવી આગાહી કરી છે. અમદાવાદ, ભાવનગર, આણંદ અને વડોદરામાં સિસ્ટમ સક્રિય થઈ છે. આજે અને આવતીકાલે બે દિવસ મેઘતાંડવની આગાહી કરી છે. અમુક વિસ્તારમા 15 ઇંચથી વધારે વરસાદ વરસવાની આગાહી છે. આગામી 36 કલાક ગુજરાત માટે ભારે વરસાદનો ખતરો રહેશે. તેમણે કહ્યું કે, ડીપ્રેશન વધુ સ્ટ્રોંગ બન્યું છે, જેની અસરથી આવનારા 36 કલાકમાં ગુજરાતના અનેક જિલ્લામાં મેઘ તાંડવ થશે. ભારેથી અતિ ભારે વરસાદ પડશે, સાવધાન રહેજો.