Photos: બોલીવુડ પર રાજ કરી ચૂકી છે આ મશહૂર તવાયફની પુત્રી, પુત્ર પણ છે સુપરસ્ટાર
મશહૂર ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીએ પોતાની ડેબ્યુ વેબ સરિઝ હીરામંડી: ધ ડાયમંડ બજાર દ્વારા લાહોરની હીરામંડીમાં રહેતી તવાયફોની કહાની ઉજાગર કરી છે. પરંતુ શું તમે જાણો છો કે બોલીવુડ પર એક તવાયફની દીકરીએ દાયકાઓ સુધી રાજ કર્યું હતું. આ અભિનેત્રીનું પુત્ર પણ સુપરસ્ટાર છે. ખાસ જાણો આ કહાની....
પોતાની સુંદરતાથી લોકોને પોતાના દીવાના બનાવી દેનારી આ અભિનેત્રીએ ફિલ્મોમાં શાનદાર પરફોર્મન્સ દ્વારા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટોપ અભિનેત્રીનો દરજ્જો મેળવ્યો હતો.
આ અભિનેત્રી બીજુ કોઈ નહીં પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેત્રી નરગીસ દત્ત છે. તેમના માતા જદ્દનબાઈ હતા. જેઓ બનારસ શહેરના રહીશ હતા.
નરગીસ દત્તાના માતા જદ્દનબાઈ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા સંગીતકાર અને 20મી સદીના મશહૂર તવાયફ હતા.
નરગીસ દત્ત ડોક્ટર બનવા માંગતા હતા પરંતુ ભાગ્યને કઈક બીજું મંજૂર હતું. નરગિસે 14 વર્ષની ઉંમરમાં મહેબૂબ ખાનની ફિલ્મ તકદીરથી બોલીવુડ ડેબ્યુ કર્યું હતું.
નરગીસે પોતાની ટેલેન્ટના દમ પર ખુબ જ ઓછા સમયમાં અલગ ઓળખ બનાવી હતી. તેમણે બરસાત, આવારા, શ્રી 420, મધર ઈન્ડિયા જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે.
નરગીસે 11 માર્ચ 1958માં અભિનેતા સુનીલ દત્ત સાથે લગ્ન કર્યા હતા. તેમણે 1959માં સંજય દત્તને જન્મ આપ્યો હતો.
1981માં કેન્સર સામે જંગ લડતા લડતા નરગીસ દત્તનું નિધન થઈ ગયું. પરંતુ તેઓ પોતાની ફિલ્મોમાં યાદગાર પરફોર્મન્સ દ્વારા આજે પણ લોકોના હ્રદયમાં જીવિત છે.