Shahrukh Khan ની `સાળી` હવે કરે છે આ કામ, આટલી બદલાઈ ગઈ છે DDLJ ની છુટકી Pooja Ruparel
ફિલ્મમાં રાજ અને સિમરનના પ્રેમને જીત અપાવવામાં કાજોલની બહેન ચૂટકી જે પ્રકારે સાથ આપ્યો તે જોઈ છુટકી લોકોના દિલમાં વસી ગઈ. શું તમે જાણો છો કે આ છુટકી એટલે કે એક્ટ્રેસ પુજા રૂપારેલ (Pooja Ruparel) છે અને હવે તે 40 વર્ષની થઈ ગઈ છે.
આ સુપરહિટ ફિલ્મમાં મિસ રાજેશ્વરી ઉર્ફ ચૂટકી બનીને લાઈમલાઈટમાં આવેલી પૂજા વર્ષ 1995થી અત્યાર સુધી એટલી બદલાઈ ગઈ છે કે ફોટો જોઈને તમે ઓળખી પણ નહીં શકો.
પૂજાની વાત કરીએ તો તે ભલે સિનેમા સ્ક્રીનથી દૂર હોય પરંતુ બોલીવુડના લોકો સાથે હળીમળીને રહે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. વારંવાર તે પોતાના ફોટોઝ સોશિયલ મીડિયામાં અપલોડ કરતી રહે છે.
પુજાનું બોલીવુડ સાથે કનેક્શન પણ ખાસ છે. તે સંબંધમાં સોનાક્ષી સિન્હાની બહેન છે. પૂજા અને સોનાક્ષીની માતા એક બીજાની બહેન થાય જેથી સોનાક્ષી અને પૂજા માસી માસીની દીકરીઓ થાય છે.
પુજાના કરિયરની વાત કરીએ તો ભલે તેને એક્ટર તરીકે પોતાનું કરિયર ન બનાવ્યું પણ તે એટલા બધા કામ કરી રહી છે કે કદાચ જ એક્ટર બનીને કરી શકી હોત. પૂજા એક સિંગર, સ્ટેન્ડઅપ કોમેડિયન, સ્ક્રિપ્ટ રાઈટર અને માર્શલ આર્ટ ટ્રેનર છે.
પુજાએ DDLJ પહેલા જેકી શ્રોફની ફિલ્મ 'કિંગ અંકલ'થી બોલીવુમાં ડેબ્યૂ કર્યુ હતું.
2015માં તેની ફિલ્મ ‘X: Past Is Present’ રિલીઝ થઈ હતી. જો કે તે ફ્લોપ રહી હતી. આ ઉપરાંત તેણે વર્ષ 2016માં ગુજરાતી ફિલ્મ 'પેલા અઢી અક્ષર'માં લીડ એક્ટ્રેસ બનીને કામ કર્યું.
(ફોટો સાભાર: દરેક ફોટોઝ પૂજા રૂપારેલના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવ્યા છે.)