PICS: ક્રિકેટના ઈતિહાસની સૌથી દર્દનાક ઘટનાઓ, જેમાં 6 ખેલાડીઓને રમતના મેદાન પર મળ્યું મોત
તાજો મામલો ઈંગ્લન્ડનો છે જ્યાં 6 મે 2021ના રોજ દુ:ખદ ઘટના ઘટી, નેટ પ્રેક્ટિસ દરમિયાન 24 વર્ષના ક્રિકેટર જોશુઆ ડાઉનીનું અચાનક હ્રદયરોગના હુમલાના કારણે નિધન થયું. તે ઓલિમ્પિક જિમ્નાસ્ટ બેકી ડાઉની અને એલી ડાઉનીનો ભાઈ છે. દિવંગત ખેલાડીની માતા હેલને કહ્યું કે તે તેના પુત્રને ક્યારેય ભૂલી શકશે નહીં. તેમણે જણાવ્યું કે જોશુઆ પડીને બેહોશ થઈ ગયો હતો ત્યારબાદ ફરી ભાનમાં આવ્યો નહીં. એમ્બ્યુલન્સ તેને હોસ્પિટલ લઈ ગઈ પરંતુ તે સાજો ન થયો.
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ફિલિપ હ્યુજનું વર્ષ 2014માં શેફીલ્ડ શીલ્ડની એક મેચ દરમિયાન મોત નિપજ્યું હતું. તે મેચમાં શોન એબોટે બાઉન્સર ફેંક્યો જે સીધો હ્યુજને માથામાં વાગ્યો. ત્યારબાદ હ્યુજન મેદાન પર લથડિયા ખાવાની પડ્યા. આ અકસ્માત બાદ હ્યુજ 3 દિવસ સુધી કોમામાં રહ્યા અને 27 નવેમ્બરના રોજ તેમનું મોત થયું. તે સમયે ફિલિપ હ્યુજની ઉંમર ફક્ત 26 વર્ષ હતી.
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રમણ લાંબા એક મેચ દરમિયાન ફિલ્ડિંગ કરી રહ્યા હતા તે સમયે બોલ તેમના માથામાં વાગ્યો. લાંબા ત્યાં જ બેહોશ થઈ ગયા. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવાયા પરંતુ તેઓ દુનિયાને અલવિદા કહી ચૂક્યા હતા. મૃત્યુ થયું તે સમયે તેમની ઉંમર 38 વર્ષ હતી.
ઈંગ્લેન્ડના રિચર્ડ બ્યૂમોન્ટ વર્ષ 2012માં રમતના મેદાન પર જ હાર્ટ એટેક આવ્ય અને દુનિયા છોડીને જતા રહ્યા. તે સમયે તેમની ઉંમર ફક્ત 33 વર્ષ હતી.
પાકિસ્તાની ક્રિકેટર ઝૂલ્ફિકાર ભટ્ટી એક ઘરેલુ મેચ દરમિયાન બેટિંગ કરી રહ્યા હતા તે સમયે તેમને છાતીમાં બોલ વાગ્યો. ભટ્ટી જમીન પર પડ્યા. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવાયા પરંતુ ત્યાં જતા જ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. તે સમયે ઝૂલ્ફિકારની ઉંમર ફક્ત 22 વર્ષની હતી.
17 ફેબ્રુઆરી 2021ન રોજ પૂણેમાં મેચ રમાતી હતી ત્યારે બાબુ નલાવડે નામના એક પ્લેયરને હ્રદયરોગનો હુમલો થતા અચાનક જ મોત થઈ ગયું. તે સમયે તેમની ઉંમર 47 વર્ષની હતી. તેમને તરત ડોક્ટર પાસે લઈ જવાયા પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરાયા.