અહીં સતત મોત મંડરાતું રહે છે, આ છે દુનિયાની સૌથી 5 ખતરનાક જગ્યાઓ
ઇથોપિયામાં આવેલી આ જગ્યા દુનિયાની સૌથી ગરમ જગ્યા છે. તે પૃથ્વી પરના સૌથી સૂકા અને સૌથી નીચા પ્રદેશોમાંનો એક છે. જ્વાળામુખીમાંથી નીકળતો લાવા અને મીઠાના વિશાળ ભંડાર તમને આશ્ચર્યમાં મૂકી દે છે. આ ઘાતક રણ 10 લાખ ટનથી વધુ મીઠાથી ઢંકાયેલું છે.
ડેથ વેલી તેના નામથી જ ઓળખાય છે, અહીં કોઈનો અંત શું હોઈ શકે. નેવાડા અને કેલિફોર્નિયા વચ્ચે સ્થિત ડેથ વેલી ઉત્તર અમેરિકામાં સૌથી નીચો બિંદુ છે. તેને ચરમ ભૂમિ પણ માનવામાં આવે છે. અહીં સૌથી વધુ તાપમાન 56.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આટલું જ નહીં, ડેથ વેલીમાં 700 પાઉન્ડ સુધીના વજનના ખડકો શા માટે પોતાની જાતે જ ખસી જાય છે તે અંગે રહસ્ય હજુ પણ અકબંધ છે.
ઉત્તરી તાંઝાનિયામાં એક ખતરનાક મીઠાનું તળાવ પ્રાણીઓને પથ્થરમાં બદલી દે છે. માનવું સહેલું નથી પણ આ સત્ય છે. લેક નૈટ્રોનના વધુ પડતા પરાવર્તક અને રાસાણિક રૂપથી ઘટ્ટ પાણીને પક્ષી કાચનો દરવાજો સમજી લે છે. તેમને લાગે છે કે તેઓ હવામાં ઉડતા હોય છે, પરંતુ તળાવ પર ઉતરતાની સાથે જ તેમનું શરીર થોડીવારમાં ખરાબ થઇ જાય છે.
અમેરિકામાં સૌથી ખતરનાક સ્થળો પૈકીનું એક, પૃથ્વીની સપાટી પર સૌથી વધુ તીવ્ર પવન માટે ગિનીસ રેકોર્ડમાં નોંધાયેલું છે. પવનની ઝડપ 203 mph સુધી પહોંચે છે. માઉન્ટ વોશિંગ્ટનની મુસાફરી અન્ય જગ્યાએ કરતાં વધુ જોખમી છે કારણ કે માત્ર તેજ પવન જ નહીં પરંતુ માઈનસ 40 ડિગ્રી નીચે તાપમાન તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
કોઈ શંકા વિના તે પૃથ્વી પરના સૌથી ભયંકર સ્થળોમાંનું એક છે. વિશ્વમાં સૌથી વધુ સાપ સાઓ પાઉલોથી 90 માઈલ દૂર આ ટાપુ પર જોવા મળે છે. સ્નેક આઇલેન્ડને ઇલ્હા દા ક્વિમાડા ગ્રાન્ડે તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં પ્રતિ ચોરસ મીટરમાં લગભગ પાંચ સાપ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે સાપ એટલો ઝેરી છે કે તે માનવ માંસને પણ પીગળી શકે છે.