હાઈ લા! દરિયાના પેટાળમાં એલિયનો છે? અમેરિકી સંસદમાં મચ્યો હંગામો, જાણો શું લાગ્યા આરોપ

Sun, 17 Nov 2024-3:24 pm,

સમિતિની સુનાવણી દરમિાયન તેમણે તપાસકર્તા માઈકલ શેલેનબર્ગરને પૂછ્યું કે "શું આપણી પાસે પાણીમાંથી નીકળનારા કે તેમાં ડૂબનારા યુએપી વિશે કોઈ જાણકારી છે જે સમુદ્રની સપાટી નીચે કોઈ બેઝ કે હાજરીનો સંકેત આપી શકે?" શેલેનબર્ગરે જવાબમાં કહ્યું કે તેમની પાસે એક સોર્સ છે જેણે દાવો કર્યો છે કે તેણે એક 'ગોળાકાર વસ્તુને સમુદ્રથી બહાર નીકળતા અને બીજા ગોળા સાથે ટકારાવવાનું' ફૂટેજ જોયું છે. 

યુએસ કોલોરાડોનું પ્રતિનિધિત્વ કરનારા બોએબર્ટે પૂછ્યું કે શું આ સમુદ્રી યુએપીમાં એવી કોઈ  ટેક્નિકલ ક્ષમતાઓ જોવા મળી છે જે ભૌતિકી કે માનવ એન્જિનિયરિંગ ક્ષમતાઓની આપણી વર્તમાન સમજને પડકારે છે? જેના જવાબમાં શેલેનબર્ગરે કહ્યું કે એવું લાગે છે કે તેઓ તમામ આવું કરે છે. શેલેનબર્ગરે કહ્યું કે, વર્તમાન કે પૂર્વ સરકારી અધિકારીઓએ તેમને જણાવ્યું હતું કે કાર્યક્રમમાં યુએપીને દર્શાવનારા હજારો પુરાવા છે. 

તેમણે વધુમાં કહ્યું કે, અમેરિકી લોકોને એ જાણવાનો હક છે કે યુએસ સેના અને ગુપ્તચર ડિપાર્ટમેન્ટ્સ પાસે તસવીરો, વીડિયો સહિત અનેક અન્ય પ્રકારની ઘણી જાણકારી છે. તેમણે કહ્યું કે, આ તસવીરો અને વીડિયો જે અમને અપાયા છે તે ધૂંધળા નથી પરંતુ તે ખુબ સાફ અને હાઈ રિઝોલ્યુશનમાં છે. 

પૂર્વ અમેરિકી રક્ષા વિભાગના કાઉન્ટર ઈન્ટેલિજન્સ એક્સપર્ટ લુઈસ એલિજોડોએ સુનાવણીમાં કહ્યું કે સરકારી કર્મચારી યુએપીથી ઘાયલ થયા છે. પોતાના હાલના પુસ્તકમાં દાવો કર્યો કે એલિયન્સે એવા લોગોની અંદર ગુપ્ત રીતે માઈક્રોચિપ્સ ઈન્સ્ટોલ કરી છે જેમણે હાલમાં અથડામણોનો અનુભવ કર્યો છે. તેમણે કહ્યું કે સરકાર પાસે દુર્ઘટનાગ્રસ્ત બિન માનવ અંતરિક્ષયાનમાંથી સામાનની સાથે સાથે એલિયન માઈક્રોચિપ-શૈલીના પ્રત્યારોપણ છે અને નવા ચૂંટાઈ આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને યુએફઓ કાર્યક્રમ વિશે જાણકારી અપાઈ છે. એલિઝોન્ડોના દાવા પેન્ટાગનના બાતમીદાર ડેવિડ ગ્રુશના દાવા સાથે મેળ ખાય છે. 

આ મામલે 2023માં ગત સુનાવણીમાં પણ આ પ્રકારના દાવા કરાયા હતા. સૌથી ચોંકાવનારો દાવો રિટાયર્ડ મેજર ડેવિડ ગ્રુશે કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે અમેરિકી સરકારે દુર્ઘટના સ્થળોથી બિન માનવ મૃતદેહો મેળવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે Advanced Superhuman જહાજોના રિસર્ચ કરવા માટે તેમની પાસે એક સીક્રેટ રિવર્સ-એન્જિનિયરિંગ પ્રોગ્રામ હતો.   

યુએફઓ વર્ષોથી ચર્ચાનો વિષય રહ્યા છે. પેન્ટાગને 2022માં યુએપી રિપોર્ટ અને યુએફઓ વિશે સરકાર પાસે રહેલા કોઈ પણ ડેટાની તપાસ કરવા માટે ઓલ ડોમન એનોમલી રિઝોલ્યુશન ઓફિસ (AARO) બનાવ્યું. જો કે આલોચકોએ કાર્યાલયના ઈરાદાઓ અને તરીકાઓ પર શંકા જતાવી છે. 

સાઉથ કેરોલિનાના પ્રતિનિધિએ સુનાવણી દરમિયાન કહ્યું કે "AARO યુએપી સંબંધિત સરકારની ગતિવિધિઓ વિશે સચ્ચાઈ સામે લાવવામાં અસમર્થ છે, કે કદાચ ઈચ્છુક નથી." તેમણે પારદર્શકતાની કમી અને પોતાના બજેટને છૂપાવવા માટે પણ AARO ની ટીકા કરી અને કહ્યું કે, "જો ત્યાં કશું નથી તો આપણે તેના પર પૈસા કેમ ખર્ચી રહ્યા છીએ?"  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link