ચોમાસાના સૌથી ભયાનક ચોથા રાઉન્ડ માટે તૈયાર રહો! હવે આ જિલ્લાઓનો છે વારો, જાણો ઘાતક આગાહી
બીજી બાજુ ગુજરાતમાં અત્યાર સુધી 92% જેટલો વરસાદ પડી ચૂક્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, ઉત્તર ગુજરાત તરફ એર સાઇક્લોનિક એર સર્ક્યુલેશન બનશે. જેના કારણે સમગ્ર ગુજરાતમાં અસર જોવા મળશે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં ડિપ ડિપ્રેશનના કારણે પણ ગુજરાત રિજીયનમાં ભારે પવન જોવા મળી રહ્યો છે. જોકે, આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે નહીં. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ખૂબ જ ઓછા વરસાદની સંભાવના છે. ગુજરાત રિજીયનમાં આગામી 4 અને 5 ઓગસ્ટે એકાદ જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે.
આગામી પાંચ દિવસ માટે માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ દરમિયાન તેજ પવન ફૂંકાશે. ભારે પવનને કારણે 3 અને 4 ઓગસ્ટ દરમિયાન સાઉથ ગુજરાતમાં એકાદ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આ પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. જ્યારે આ દરમિયાન સતત વરસાદ નહીં પડે, પરંતુ હાલની જેમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે.
આ સાથે રાજ્યમાં સીઝનનો કુલ વરસાદ 79.24 ટકા થયો છે. જ્યારે કચ્છમાં સિઝનનો 136 ટકા, સૌરાષ્ટ્રમાં 109 ટકા વરસાદ થયો છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં 69 ટકા, ઉત્તર ગુજરાતમાં 67 ટકા, અને મધ્ય ગુજરાતમાં 63 ટકા વરસાદ થયો છે. ગાંધીનગર જિલ્લામાં નોંધાયેલા વરસાદની વાત કરીએ તો દહેગામ તાલુકામાં સિઝનનો 67.77 ટકા વરસાદ નોંધાયો છે.
જ્યારે ગાંધીનગર શહેરમાં 52 ટકા, કલોલમાં 32 ટકા અને માણસામાં 61 ટકા સાથે સિઝનનનો સરેરાશ વરસાદ 53.60 ટકા નોંધાયો છે. તો અમદાવાદમાં 58 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 108 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો હતો.