અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન, બંગાળની ખાડીમાં લો પ્રેશર, ગુજરાતના વાતાવરણમાં થશે નવાજૂની, જાણો નવી આગાહી
ભારતીય હવામાન વિભાગએ નવી આગાહીમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટા ભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાય તેવી શક્યતા છે ઓછા શીત લહેર દિવસો: ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઓછા શીત લહેર દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે.
હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં આગામી બે દિવસ તાપમાન યથાવત રહેશે ત્યારબાદ તાપમાનમાં 2થી ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે.
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, 4 થી 8 ડિસેમ્બરે ફેંગલ વાવાઝોડાના અસરને કારણે અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન બનશે. આ કારણે સૂર્ય જ્યેષ્ઠા નક્ષત્રમાં આવતા વાયુક્ષોભ આવવાની શક્યતા છે. તેની અસરને પગલે પૂર્વીય મધ્યપ્રદેશ, દક્ષિણ રાજસ્થાન, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવતા ક્યાંક છાંટા પડવાની શક્યતા છે. આ સમયે માવઠાની શક્યતા છે.
તેમણે કહ્યું કે, વાદળો આવતા લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી ઓછું રહેવાની શક્યતા છે. પંચમહાલ અને કચ્છમાં ઠંડા પવન ફૂંકાવવાની શક્યતા છે. 10 ડિસેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીમાં વધારો થશે. તાપમાન 12 ડિગ્રીથી નીચું જાય તેવી શક્યતા છે. 14-18 ડિસેમ્બરે બાંગાળના ઉપસગારમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. તો 23 ડિસેમ્બરથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે.
અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ફેંગલ સિવાય વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે. વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે. 14થી 18 ડિસેમ્બરના બંગાળના ઉપાસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતા રહે. જેની દક્ષિણ પૂર્વ તટ પર રહેશે.