Delhi Airport પર જપ્ત કરવામાં આવી 7 કરોડની નશીલી બંગડીઓ, આ રીતે ખુલી પોલ
દિલ્હી એરપોર્ટ કસ્ટમ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હેરોઇનથી ભરેલી બંગડીઓને કુરિયર પાર્સલ દ્વારા ભારત મોકલવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન નશીલી બંગળીઓ મળી આવી હતી. (ફોટો સાભાર- ANI)
અધિકારીએ આગળ કહ્યું હતું કે નશીલી બંગડીઓનું પાર્સલ આફ્રીકાથી દિલ્હી-એનસીઆરના એક એડ્રેસ પર મોકલવામાં આવ્યું હતું, જેને કસ્ટમ વિભાગે દિલ્હી એરપોર્ટ પર પકડી લીધું. (ફોટો સાભાર- ANI)
તેમણે જણાવ્યું કે શંકાના આધારે પાર્સલને ખોલવામાં આવ્યું તો તેમાં બંગડીઓ નિકળી. બંગડીઓમાં લાગેલા મોતી ખોલવામાં આવ્યા તો તેની અંદરથી હેરોઇન મળી આવ્યું. આ હેરોઇનની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે. (ફોટો સાભાર- ANI)
કસ્ટમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી પોલીસ હવે તે વ્યક્તિની શોધખોળ કરી રહી છે, જેની પાસે હેરોઇનનું આ પાર્સલ જવાનું હતું. જલદી જ તે પોલીસની પકડમાં હશે. (ફોટો સાભાર- ANI)
અત્રે ઉલ્લેખનીય છે કે તસ્કર નવી નવી રીતે શોધી કાઢે છે. એરપોર્ટ પરથી ઘણા એવા લોકોને પણ પકડાઇ ગયા છે જે પોતાના શરીરની અંદર વિદેશથી સોનું અથવા અન્ય કિંમતી વસ્તુઓ સંતાડીને લાવ્યા હતા. (પ્રતિકાત્મક ગોટો/સાભાર- - PTI)