હવે ટેક્નોલોજી લેશે ડ્રાઈવરની જગ્યા...દેશની પહેલી Driverless Metro ના જુઓ Exclusive Photos

Mon, 28 Dec 2020-2:57 pm,

ત્યારબાદ વર્ષ 2021માં પિંક લાઈનમાં 57 કિલોમીટર સુધી ડ્રાઈવરલેસ મેટ્રો દોડાવવાની યોજના છે. જે મજલિસ પાર્કથી શિવ વિહાર સુધીનું અંતર કાપશે. 

આ જ પ્રકારે કુલ 94 કિલોમીટર સુધી ડ્રાઈવરલેસ ટ્રેનો દોડાવવાની યોજના છે. સામાન્ય ટ્રેનોની જેમ આ ડ્રાઈવરલેસ ટ્રેનમાં પણ 6 કોચ હશે. 

દિલ્હી મેટ્રોએ ડ્રાઈવરલેસ ટ્રેનને એક મોટી ટેક્નિકલ ઉપલબ્ધિ ગણાવી છે. ડીએમઆરસી છેલ્લા લગભગ 3 વર્ષથી ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનની ટ્રાયલ કરી રહ્યું હતું. 

 દિલ્હી મેટ્રોએ પહેલીવાર સપ્ટેમ્બર 2017માં તેની ટ્રાયલ શરૂ કરી હતી. 

 ડ્રાઈવરલેસ ટ્રેનમાં 6 કોચ હશે, આ ટ્રેનમાં 2280 મુસાફરો પ્રવાસ કરી શકે છે. જેમાં દરેક કોચમાં 380 મુસાફરો સવાર થઈ શકશે. 

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના જણાવ્યાં મુજબ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન એક જેવી ઝડપથી દોડશે. તેની ટોપ સ્પીડ 95 કિમી પ્રતિ કલાકની છે અને તે પાટા પર 85 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડશે. DMRCના જણાવ્યાં મુજબ આ ટ્રેન ઓછો પાવર વાપરશે. 

ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનના કારણે માનવીય ભૂલની સંભાવના ઓછી થઈ જશે. હાલ મજન્ટા લાઈન પર ગ્રેડ ઓફ ઓટોમેશનના ત્રીજા ફેઝ હેઠળ ડ્રાઈવરલેસ મેટ્રોનું સંચાલન થશે. આ ગ્રેડ પર ડ્રાઈવરનું કામ પૂરું થઈ જાય છે અને ટ્રેન સંપૂર્ણ રીતે ઓટોમેટિક રીતે ચાલે છે. પરંતુ ઈમરજન્સી માટે ડ્રાઈવર ટ્રેનમાં જ હાજર રહે છે. જેને એડેન્ડન્ટ કહે છે. 

ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનમાં ડ્રાઈવરની કેબિન નહીં હોય આથી પેસેન્જર્સ માટે થોડી વધુ જગ્યા રહેશે. આ સાથે જ પેસેન્જર હવે ટ્રેનમાં આવનારી દિશામાં સામે જઈને જોઈ શકશે. 

ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનના સ્ટાર્ટ, સ્ટોપ અને ડોર ઓપન-ક્લોઝ  કરવામાં કોઈ પણ ડ્રાઈવરે હાજર રહેવાની જરૂર નથી. ઈમરજન્સી સર્વિસ સહિત દરેક પ્રકારના ઓપરેશનને રિમોટ કંટ્રોલથી ઓપરેટ કરી શકાય છે. 50 મીટર દૂર ટ્રેક પર કોઈ વસ્તુ હશે તો તેમાં બ્રેક લાગી જશે. એટલે કે પહેલેથી સુરક્ષિત હશે. 

આ મેટ્રો ટ્રેન જે સ્ટેશનથી પસાર થશે, તેના પ્લેટફોર્મ પર સ્ક્રીન ડોર લાગેલા હશે. સુરક્ષા કારણોસર આ સ્ક્રીન ડોર લગાવવામાં આવેલા છે જેથી કરીને કોઈ ટ્રેક પર ન જઈ શકે. તે ડોર ત્યારે જ ખુલશે જ્યારે પ્લેટફોર્મ પર મેટ્રો ટ્રેન આવીને ઊભી રહી જશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link