Delhi Fire Photos: દિલ્હીમાં ભીષણ અગ્નિકાંડની તસવીરો: ત્રણ માળની બિલ્ડિંગ ખાખ, ઉંચી જ્વાળાઓ, 26 કર્મકમાટીભર્યા મૃતદેહ
દિલ્હીના ફાયર ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે આગ લાગતી ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડીંગમાંથી કુલ 26 મૃતદેહો મળી આવ્યા છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે. હજુ 30થી40 લોકો ફસાયેલા છે. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગની માહિતી લગભગ 4.40 કલાકે મળી હતી, ત્યારબાદ 24 ફાયર ફાઈટર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આગની માહિતી મળતાં જ પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બારીઓના કાચ તોડીને બચાવી લેવામાં આવ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આઉટર દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) સમીર શર્માએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં કંપનીઓની ઓફિસ છે. ડીસીપીના જણાવ્યા અનુસાર આગ બિલ્ડિંગના પહેલા માળેથી શરૂ થઈ હતી જ્યાં સીસીટીવી કેમેરા અને રાઉટર બનાવતી કંપનીની ઓફિસ આવેલી છે.
પોલીસે જણાવ્યું કે કંપનીનો માલિક પોલીસ કસ્ટડીમાં છે. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. પોલીસે જણાવ્યું કે ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ ઇમારત ત્રણ માળની છે અને તે કોમર્શિયલ બિલ્ડિંગ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે કંપનીઓને ઓફિસની જગ્યા પૂરી પાડવા માટે થાય છે. આગની ઘટના બિલ્ડિંગના પહેલા માળેથી શરૂ થઈ હતી. હાલ જાણવા મળી રહ્યું છે કે કંપનીનો માલિક પોલીસ કસ્ટડીમાં છે.
મહત્વનું છે કે, આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની કુલ 9 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. દાઝી ગયેલા પીડિતોને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.