Nikki Murder Case: પ્રેમિકાની હત્યા કરી લાશ ફ્રિજમાં મૂકી, અને યુવકે બીજા જ દિવસે લગ્ન કરી લીધા...Photos જોઈને હચમચી જશો

Wed, 15 Feb 2023-3:37 pm,

Nikki Murder Case: રાજધાની દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસની જેમ જ વધુ એક યુવતીની હત્યા બાદ મૃતદેહને ફ્રિજમાં રાખવાનો મામલો સામે આવ્યો છે. દિલ્હીના બાબા હરિદાસ નગર પોલીસ મથક હદમાં સાહિલ ગેહલોત નામના યુવકે તેની લિવ ઈન પાર્ટનર નિક્કી યાદવની હત્યા કરી નાખી. હત્યા બાદ મૃતદેહને મિત્રાંવ ગામમાં બનેલા પોતાના ઢાબાના ફ્રિજમાં છૂપાવી દીધો. મૃતદેહ ઠેકાણે લગાવે તે પહેલા જ આ ઘટના અંગે પોલીસને જાણ થઈ ગઈ અને ત્યારબાદ આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. 

ક્રાઈમ બ્રાંચના DCP એ પ્રેસ કોન્ફરન્સ કરીને આ સમગ્ર મામલાની જાણકારી આપી. DCP ના જણાવ્યાં મુજબ આરોપી સાહિલ ગેહલોત અને નિકકી યાદવ 4 વર્ષથી લિવ ઈનમાં રહેતા હતા. સાહિલના પરિજનો નિક્કી સાથે તે રહેતો હતો તેનાથી ખુશ નહતા અને તેઓ તેના લગ્ન ક્યાંક બીજે કરાવવા માંગતા હતા. ત્યારબાદ સાહિલના પરિજનોએ ગત 9 ફેબ્રુઆરીના રોજ સાહિલની સગાઈ કરી.   

દિલ્હીના નજફગઢમાં મિત્રાંવ ગામમાં રહેતા સાહિલની 2018માં હરિયાણાના ઝજ્જરમાં રહેતી નિક્કી યાદવ સાથે મિત્રતા થઈ હતી. બંને ઉત્તમ નગરમાં કોચિંગ કરતા હતા. ધીરે ધીરે મિત્રતા પ્રેમમાં પરિણમી. બંને લિવ ઈન રિલેશનમાં રહેવા લાગ્યા. બધુ બરાબર ચાલતું હતું. બંનેએ સાથે જીવવા અને મરવાના કસમ પણ ખાધા પરંતુ મુશ્કેલીઓ ગત વર્ષથી શરૂ થઈ ગઈ. જ્યારે સાહિલના પરિજનો તેના પર લગ્નનું દબાણ કરવા લાગ્યા. 

સાહિલ પરિજનોની મરજીથી લગ્ન કરવા તૈયાર થઈ ગયો. સગાઈની તારીખ 9 અને લગ્નની તારીખ 10 ફેબ્રુઆરી નક્કી થઈ. 9 ફેબ્રુઆરીએ સાહિલની સગાઈ થઈ અને જેવી વાત નિક્કીને ખબર પડી કે તે ગુસ્સે થઈ. આ વાતને લઈને નિક્કી અને સાહિલ વચ્ચ ઝઘડો થયો. મળતી માહિતી મુજબ સાહિલે નિક્કીને ફોન કરીને કહ્યું કે ચલો ફરવા જઈએ. 9 ડિસેમ્બરે સાહિલ નિક્કીના ફ્લેટ પર પહોંચ્યો. ત્યાંથી તેણે નિક્કીને પોતાની કારમાં બેસાડી. ત્યારબાદ બંને વચ્ચે કારમાં પણ બોલાચાલી થઈ. નિક્કી સતત સાહિલને બીજી છોકરી સાથે લગ્ન ન કરવા કહી રહી હતી. તે સાહિલને પોતાની સાથે ગોવા જવા માટે પણ મનાવી રહી હતી. પરંતુ સાહિલે ના પાડી દીધી. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થયો અને સાહિલે કારની અંદર જ નિક્કીની હત્યા કરવાનું નક્કી કરી લીધુ.   

સાહિલે કાશ્મીરી ગેટ આઈએસબીટી પાસે નિક્કીની હત્યા કરી નાખી. સાહિલે મોબાઈલ ડેટા કેબલથી નિક્કીની હત્યા કરી. ત્યારબાદ નિક્કીના મૃતદેહને બાજુવાળી સીટ પર રાખીને 40 કિલોમીટર સુધી દિલ્હીના રસ્તાઓ પર ફરતો રહ્યો. ત્યારબાદ મૃતદેહને લઈ મિત્રાઉ ગામમાં પોતાના ઢાબા પર પહોંચ્યો. જે ઘણા સમયથી બંધ હતું. તેણે ઢાબાના ફ્રિજમાં નિક્કીનો મૃતદેહ છૂપાવી દીધો.   

નિક્કીની હત્યા કરીને 10 ફેબ્રુઆરીએ સાહિલે બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા. તેને લાગતું હતું કે આ રહસ્ય ખુલશે નહીં. સાહિલે ચાર દિવસ નિક્કીના મૃતદેહને ફ્રિજમાં રાખી મૂક્યું. જ્યારે નિક્કીના પરિજનોની નિક્કી સાથે વાત ન થઈ તો તેમણે ક્રાઈમ  બ્રાન્ચમાં કાર્યરત પોતાના એક જાણીતા પોલીસકર્મીને આ અંગે જાણ કરી. જ્યારે નિક્કીનો ફોન સર્વિલાન્સ પર લગાવવામાં આવ્યો તો ઢાબાનું લોકેશન મળ્યું. ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચી અને ફ્રિજમાંથી લાશ મેળવી. જો કે પહેલા કહેવામાં આવ્યું હતું કે  પોલીસને એવી સૂચના મળી હતી કે એક યુવતીની હત્યા કરીને તેના મૃતદેહને ઢાબાના ફ્રિજમાં રાખવામાં આવ્યો છે. 

ત્યારબાદ પોલીસે સાહિલની ધરપકડ કરી અને પૂછપરછમાં તેણે પોતાનો ગુનો પણ કબૂલ કરી લીધો. બાબા હરિદાસ નગર પોલીસે IPC ની કલમ 302, 201 હેઠળ કેસ દાખલ કર્યો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link