સ્કૂટી પર લાશ લઈને બિન્દાસ ઘૂમતો રહ્યો શખ્સ, CCTV માં કેદ થઈ ઘટના, PHOTOS જોઈને હચમચી જશો
આ હચમચાવી નાખે તેવી ઘટના 28 ડિસેમ્બરની છે. આરોપીએ મોડી રાતે હત્યાની વારદાતને અંજામ આપ્યો. ત્યારબાદ તે લાશને લઈને બેધડક સ્કૂટી પર ઘૂમતો રહ્યો. સીસીટીવી ફૂટેજ જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ.
પોલીસના જણાવ્યાં મુજબ મૃતકનું નામ રવિ છે. આરોપી અંકિત કટિયાર પાસેથી રવિએ 77 હજાર રૂપિયા ઉધાર લીધા હતા. અંકિતે માત્ર 77 હજાર રૂપિયા માટે રવિની ગળું દબાવીને હત્યા કરી નાખી.
વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી અંકિત કટિયારે લાશને ઠેકાણે પાડવા માટે યોજના ઘડી. પહેલા રવિની લાશને બોરીમાં બરાબર પેક કરી અને ત્યારબાદ લાશને ઠેકાણે પાડવા યોગ્ય જગ્યા શોધવા લાગ્યો. લગભગ 2 કિમી સુધી તે લાશને લઈને સ્કૂટી પર ફરતો રહ્યો.
સ્કૂટીથી આમતેમ ચક્કર કાપ્યા બાદ આરોપી અંકિતે મૃતકની લાશને એક ખાલી પ્લોટમાં દફનાવી દીધો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો.
સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપી અંકિત કટિયાર 924)ની ધરપકડ કરી લીધી અને સ્કૂટી પણ જપ્ત કર્યું. પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે રૂપિયા પાછા ન આપવાના કારણે રવિને પહેલા નિર્દયતાથી પીટ્યો અને ત્યારબાદ ગળું દબાવીને હત્યા કરી નાખી.